નવી જ રીતે બનાવો ફરાળી પાપડ અને આખું વર્ષ સ્ટોર કરો | Sabudana Papad | Farali Papad | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણા બટાકા ના પાપડ આ પાપડ ખુબ ટેસ્ટી હોય છે અને આજે આપણે એને એક અલગ રીતે બનાવીશું જે ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 30 મિનિટ

સર્વિંગ : 30 પાપડ

સામગ્રી :

1 કપ પલાળેલા સાબુદાણા

2 કપ પાણી

1 મિડીયમ સાઈઝ નો બટાકુ

1 ચમચી વાટેલા લીલા મરચા

1/2 ચમચી જીરૂ

મીઠું સ્વાદ પ્રમાણે

થોડી સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા એક જાડા તળિયાવાળા વાસણમાં પલાળેલા સાબુદાણા લઇ તેમાં પાણી નાખી મીડીયમ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો

2) આની સાથે જ એમાં જીરું , મીઠું અને લીલા મરચાં નાખીને અને ઉકળવા દઈશું મિશ્રણ ઉઘડે ત્યાં સુધી

3)  એક બટાકાને છોલીને છીણીને તૈયાર કરી લેવો અને પછી આ મિશ્રણ મા નાખીશું તમારે બટાકુ ના નાખવું હોય તો એકલા સાબુદાણા ના પાપડ પણ બનાવી શકો છો

4) મિશ્રણ જેમ ઉકળવા લાગશે એમ એ ઘટ્ટ થવા લાગશે અને સાબુદાણા નો કલર પણ ટ્રાન્સફરન્ટ થવા લાગશે થોડી વાર પછી આમાં થોડી સમારેલી કોથમીર નાખો જો તમે ઉપવાસમાં કોથમીર મરચા ના ખાતા હોય તો એ ના નાખીને તમે થોડો કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો ૧૦ થી ૧૨ મિનીટ પછી મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો કેમકે ઠંડુ થયા પછી થોડું વધારે ઘટ્ટ થશે

5) મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આ રીતે ઘટ્ટ થઇ જશે એને સરસ રીતે હલાવી લેવું

6) પાપડ બનાવવા માટે એક પ્લાસ્ટિક પાથરી ને એના ઉપર થોડું તેલ લગાવી દેવું અને ચમચાની મદદથી આ રીતે નાના પાપડ બનાવવા

7) પાપડને તમે ઘરમાં પંખા નીચે કે બહાર તાપમાં પણ સુકવી શકો છો એક બાજુ એ સુકાય પછી અને ફેરવી દેવા અને બીજી બાજુ પણ એને સરસ સુકવવાના આ પાપડને સુકાતા લગભગ બે દિવસ જેટલો સમય લાગે છે

8) હવે ને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય પછી જ પાપડ ને તળવા તો આ રીતે આ પણ તળીને તૈયાર છે

9) તમે આ બનાવેલા પાપડને એરટાઇટ ડબામાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video