દાળ-ચોખા પલાડ્યા વગર ઓછી મહેનતમાં એકદમ ટેસ્ટી ઉત્તપમ | Uttapam | Sooji Uttapam | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક સાઉથ ઈંડિયન રેસીપી રવા ઉત્તપમ જેને સોજીના ઉત્તપમ પણ કહેતા હોય છે આ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે અને સાથે હેલ્ધી પણ છે આને તમે સવારના નાસ્તામાં કે બાળકોને લંચબોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો ચાલો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી સોજીના ઉત્તપમ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 6 – 8 ઉત્તમ

સામગ્રી :

2 કપ સોજી

1 કપ દહીં

પાણી જરૂર પ્રમાણે

1 મોટો વાડકો ઝીણું સમારેલું શાકભાજી

થોડો સંભાર મસાલો

થોડો ચાટ મસાલો

મીઠું સ્વાદ પ્રમાણે

તેલ / ઘી કે બટર (જે પણ ઉપયોગમાં લેવું હોય)

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં સોજી , દહીં અને પાણી ઉમેરીને મિક્ષ કરતા જાવ

2) આ રીતે મિક્સ થઇ જાય પછી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરો અને સરસ આવુ ઘટ્ટ ખીરું બનાવીને તૈયાર કરો પછી અને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઇશું

3) દસ મિનિટ પછી તમે જોશો તો જ સરસ પલડી ગયો હશે અને થોડું ઘટ્ટ પણ થઈ ગયું હશે તો હવે તેમાં જરૂર પ્રમાણે આપણે ચાર થી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીને ફરીથી એને મિક્સ કરી લઈશું જેવી ઢોસાના ખીરાની consistency હોય છે એવું જ ખીરું રાખવાનું છે અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈએ

4) હવે ઉત્તપમ માં નાખવા માટે શાકભાજીને એકદમ સરસ ઝીણું સમારીને તૈયાર કરી લઈશું અહી મેં કોબીજ , ગાજર , ટામેટા , કેપ્સીકમ , લીલા મરચા અને કોથમીર લીધું છે જે ડુંગળી ખાતા હોય એ ઝીણી સમારેલી ડુંગળી પણ આમાં ઉમેરી શકે છે

5) હવે એક તવી ગરમ કરવા માટે મુકીશું તવી ગરમ થાય એટલે તેમાં બે થી ત્રણ ટીપાં જેટલું તેલ લગાવી દો અને જે ખીરું આપણે તૈયાર કર્યું છે એમાંથી એક ચમચો ખીરું આ રીતે પાથરી દો પછી એને ઢાંકીને મીડીયમ ગેસ ઉપર એક થી બે મિનિટ માટે ચઢવા દો

6) હવે ઢાંકણ હટાવી લો અને એના ઉપર સાંભાર મસાલો , ચાટ મસાલો અને જે શાકભાજી સમારીને રાખ્યું છે એ એના ઉપર નાખી દઈશું અને ચમચા ની મદદથી શાકભાજીને થોડું દબાવી દઈશું

7) સહેજ વાર આને ઢાંકીને ચઢવા દો અને બીજી બાજુ શેકી લઈશું હવે ઢાંકવાની  જરૂર નથી અને આ બંને સાઇડ શેકાય એટલે ઉત્તપમ ને આપણે ડીશ માં લઇ લઈશું અને આ જ રીતે બીજા બનાવીને તૈયાર કરીશું

8) હવે આ સરસ મજાના ટેસ્ટી અને હેલ્ધી ઉત્તપમ બનીને તૈયાર છે

Watch This Recipe on Video