તરબૂચની છાલમાંથી બનાવો સરસ ટેસ્ટી ખાટું-મીઠું શાક | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તરબૂચ ની છાલ નું શાક આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતું હોય છે જનરલી આપણે તરબૂચનો લાલ ભાગ ખાવાના ઉપયોગમાં લઈને જે સફેદ હોય છે એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ પણ આજે એ સફેદ ભાગનો ઉપયોગ કરીને આપણે એકદમ સરસ ટેસ્ટી શાક બનાવી છે અને તમે રોટલી , પરોઠા , પુરી કે ભાતની સાથે સર્વ કરી શકો છો તો ચાલો તરબૂચ ની છાલ નું શાક કેવી રીતે બનાવવું જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 15 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 3 – 4 વ્યક્તિ

સામગ્રી :

તરબૂચ ની છાલ

2 – 3 ચમચી તેલ

થોડી રાઈ

જીરુ

સમારેલા લીલા મરચાં

સમારેલા ટામેટા

થોડી હિંગ

મીઠું સ્વાદપ્રમાણે

ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરૂ

1/2 ચમચી હળદર

થોડી સમારેલી કોથમીર

થોડો ગોળ કે ખાંડ

પાણી જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા તરબૂચ ની છાલ નો લીલો ભાગ આપણે છોલી ને કાઢી નાખીશું અને પછી એને મિડિયમ સાઈઝના ટુકડામાં સમારી ને તૈયાર કરી લઈશુ હવે

2) કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , જીરું , લીલા મરચાં , સમારેલા ટામેટા અને હિંગ નાખીને થોડાક સાંતળી લો.

3) ત્યાર બાદ તેમાં સમારેલા તરબૂચના ટુકડા નાખો અને બધા મસાલા કરી દો અને મસાલા અને ટામેટાને થોડીવાર માટે સાંતળી લો

4) પછી એમાં પાણી નાંખીશું અને ઢાંકીને મીડીયમ ગેસ પર ચઢવા દઇશું વચ્ચે વચ્ચે આને  હલાવતા રહેવું તમારે આ શાક ને કુકર માં બનાવવું હોય તો તમે એક થી બે વ્હીસલ કરી શકો છો શાકમાં આપણે થોડો ગોળ નાંખીશું તમારે ખાંડ નાખવી હોય તો પણ નાખી શકો અને જો ગળપણ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો

5) થોડીવાર પછી તમે જોશો તો તરબૂચના ટુકડા સરસ ચઢી ગયા હશે એ આસાનીથી ચમચાથી દબાઈ જવા જોઈએ આ રીતે ચઢી જાય પછી તેમાં સમારેલી કોથમીર નાંખો અને સરસ રીતે મિક્સ કરીને ગેસ બંધ કરી દો ગેસ બંધ કરો ત્યારે આનો રસો આવો જાડો થયેલો હોવો જોઈએ

6) હવે આ શાકને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને એના ઉપર સમારેલી કોથમીર નાખીએ તો હવે તરબૂચનું શાક સર્વિંગ માટે તૈયાર છે 

Watch This Recipe on Video