મેંદો,યીસ્ટ કે ઓવનનો ઉપયોગ કર્યા વગર રેસ્ટોરન્ટ જેવા નાન એકદમ સરળ રીતે । Wheat naan। Naan Recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટમાં મળે એવા રેસ્ટોરન્ટમાં જે નાન મળતા હોય છે એ મેંદાનો અને યીસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને એને શેકવા માટે પણ તંદૂર નો ઉપયોગ થતો હોય છે તો આજે આપણે મેંદાનો કે યીસ્ટનો ઉપયોગ કર્યા વગર ઘરે નાન કેવી રીતે બનાવવા એ જઈશું અહીંયા આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને નાન બનાવીશું જેથી હેલ્ધી પણ બને છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ અને એકદમ પોચા બને છે અને આને તમે કોઈપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા જોઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 8 10 નાન

સામગ્રી :

2 કપ ઘઉંનો લોટ (300 ગ્રામ)

1/2 વાટકી દહીં

પાણી જરૂર પ્રમાણે

1/2 ચમચી મીઠું

1/2 ચમચી બેકિંગ પાઉડર

1/4 ચમચી ખાવાનો સોડા

2 ચમચી તેલ

બટર કે ઘી

રીત :

1) સૌથી પહેલા લોટ બાંધવા માટે એક વાસણમાં બધી સામગ્રીને મિક્સ કરી દો હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને આનો ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો છે લોટને હલ્કા હાથથી મસળી લો

2) એમાંથી આ રીતે ગોળા જેવું બનાવી લો અને એના ઉપર થોડું તેલ લગાવીને લોટને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઇશું તમારે લોટને ચારથી પાંચ કલાક માટે રાખવો હોય તો પણ રાખી શકો છો

3) અડધો કલાક પછી તમે જોશો તો લોટ થોડો ફૂલી ગયો હશે તો થોડું હાથમાં તેલ લઈને લોટને ફરીથી મસળીને સુવાળો કરી લઈએ હવે જે પણ સાઈટના તમારે નાન બનાવવા હોય એ પ્રમાણેના આમાંથી લૂઆ બનાવી લેવાના લૂવો બનાવતી વખતે લોટને પાછળની તરફ વાળતા જઈને સહેજ પણ ક્રેક ના રહે એ રીતે આનો લૂવો બનાવવાનો

4) આને વણવા માટે તમે પાટલી પર થોડું તેલ લગાવીને પણ વણી શકો છો અને જો તમારે ઘઉંનો લોટ અટામણ માટે ઉપયોગમાં લેવો હોય તો એ લઈને પણ તમે નાન વણી શકો છો આ રીતે લંબગોળ અને થોડા મિડિયમ થીક કરવાના છે હવે એના ઉપર ના ભાગ ઉપર આપણે પાણી લગાવી દઈશું અને એના પર થોડી સમારેલી કોથમીર નાખીશું તમારે જો કલોંજી નાખવી હોય તો પણ નાખી શકો છો હવે આના ઉપર થોડો કોરો લોટ છાંટી ને હલકા હાથે આના ઉપર બે વાર વેલણ ફેરવી દઈશુ જેથી કોથમીર સરસ રીતે ચોંટી જાય હવે નાન ને ફેરવી દો અને બીજી બાજુ પણ પાણી લગાવી દો આ બાજુ ફક્ત આપણે પાણી લગાવવાનું છે અને આખા નાન ઉપર સરસ રીતે પાણી લગાવી દેવાનું છે

5) આને શેકવા માટે એક લોખંડની તવી ગરમ કરવા માટે મૂકીશું તવી એકદમ સરસ ગરમ કરવાની છે અને ગરમ થઈ જાય પછી જે બાજુ આપણે ફક્ત પાણી લગાવી હોય એ વાળો ભાગ આપણે આના ઉપર ચોંટાડવા નો છે અને એની કિનારે સરસ રીતે તવીની સાથે ચોટી જવી જોઈએ મીડીયમ ગેસ ઉપર આપણે દોઢ થી બે મિનિટ માટે શેકાવા દઈશું થોડીવાર પછી એનું ઉપરનું લેયર ડ્રાય થઇ જશે એટલે આપણે તવીને ફેરવી દઈશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને આ રીતે ડાયરેક્ટ ફ્લેમ ઉપર આને શેકવાનું છે નાનને સરસ રીતે શેકી લેવાનું છે શેકાઈ જાય પછી એને તવીથાની મદદથી તવીથી અલગ કરી દો પાછળની સાઇડ પણ આવું સરસ શેકાવું જોઈએ આ રીતે શેકાઈ જાય પછી નાન ને આપણે એક પ્લેટમાં લઈશું અને એના ઉપર આપણે બટર કે ઘી લગાવી દઈશું

6) હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઇએ નાનને તમે કોઈપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો

7) હવે ઘઉંના લોટમાંથી બનાવેલા નાન સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video