હેલો ફ્રેન્ડ આજે બનાવીશું એક નવા સ્વાદમાં સોજીનો શીરો આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને જો તમે કેરી ખાવી ખુબ જ પસંદ છે તો આ શીરો તમને ચોક્કસ પસંદ આવશે તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 15 મિનિટ
સર્વિંગ : 4 વ્યક્તિ
સામગ્રી :
1/2 કપ મોટો સોજી
1/3 કપ ચોખ્ખું ઘી
1 + 1/4 કપ દૂધ
થોડો ઈલાયચી પાવડર
2 હાફૂસ કેરી
સમારેલા બદામ પિસ્તા
સમારેલી કેરી
સુકી દ્રાક્ષ
રીત :
1) સૌથી પહેલા કેરીને ધોઇને સમારી લો પછી તેને મિક્સરમાં લઈને પાણી નાખ્યા વગર એનો પલ્પ બનાવી લો તમારે હાફૂસ કેરી ના બદલે જો તમારે કેસર કેરી લેવી હોય તો પણ લઈ શકો પણ મીઠી હોવી જોઈએ

2) હવે જાડા તળિયાવાળી કડાઈ લઈને તેમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે એમાં થોડી સૂકી દ્રાક્ષ નાખો અને એને સાંતળી લો પછી એમાં સોજી ઉમેરો એને મધ્યમ આંચ ઉપર શેકતા જાવ

3) આપણે બીજા ગેસ પર દૂધ ગરમ થવા માટે મુકીશું સોજીનો લાઈટ ગોલ્ડન બ્રાઉન કલર આવે અને તેમાંથી સુગંધ આવવાની શરૂ થાય એટલે આપણે જે દૂધ ગરમ કરવા માટે મૂકયું હતુ એ થોડું-થોડું કરીને આમાં ઉમેરતા જઈશું અને મિક્ષ કરતા જઈશું આને સતત હલાવતા જઈશું જેથી આમા ગઠ્ઠા ના પડે

4) દૂધ સરસ રીતે મિક્સ થઇ જાય પછી આપણે આમાં ખાંડ નાખીશું તો ખાંડનાખ્યા પછી થોડીવાર ગેસ ફાસ્ટ કરી દેવો જેથી ખાંડ સરસ રીતે સોજી માં મિક્ષ થઈ જશે ખાંડ મિક્સ થઇ જાય પછી એમાં થોડો ઈલાયચી પાવડર નાખીએ તમને જો ઇલાયચીનો ટેસ્ટ ના પસંદ હોય તો તમે skip કરી શકો છો

5) આને પણ સરસ રીતે મિક્ષ કરવું પછી કેરીનો પલ્પ આપણે બનાવીને રાખ્યું છે એ આમાં ઉમેરો અને મિક્સ કરતા જાવ આ સમએ તમારે કેરી ના ટુકડા નાખવા હોય તો પણ નાખી શકો છો આ રીતે શીરો કડાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો

6) આને સર્વ કરવા માટે એક વાટકામાં ઘી લગાવી દો પછી તેમાં સમારેલા બદામ પિસ્તા અને કેરીના ઝીણા સમારેલા ટુકડા નાખો હવે શીરો એમાં લઈ લો અને ચમચીની મદદથી તેને હલકા હાથે દબાવી દો પછી ડીશમાં ઊંધો પાડી દો તો સરસ મજાનો મેંગો શીરો જે તૈયાર થયેલ છે

7) તેના ઉપર બદામ પિસ્તા અને કેરીના સમારેલા ટુકડા નાખીશું જેનાથી આનો દેખાવ અને ટેસ્ટ બંને ખુબ જ સરસ લાગે છે તો હવે મેંગો સોજી શીરો સર્વ કરવા માટે તૈયાર છે
