તળ્યા વગર બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી બ્રેડ પકોડા । Bread pakoda । Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા જનરલી બ્રેડ પકોડા તળીને બનાવતા હોય પણ આજે આપણે નવી જ રીતે એને બનાવીશું જેમાં આપણે બ્રેડ પકોડા ને તળ્યા વગર બનાવવાના છીએ તો આ બ્રેડ પકોડા ટેસ્ટી તો બને છે.સાથે જ ખૂબ હેલ્ધી બને છે કેમકે આપણે એને તળવાના નથી , તમે જો વજન ઉતારવાનું પ્લાનિંગ કરો છો અને જો તમને કંઇક ટેસ્ટી અને ચટપટુ ખાવાની ઈચ્છા થાય તો આ રેસિપી તમને ખૂબ જ ઉપયોગી રહેશે તો ચાલો તળ્યા વગરના બ્રેડ પકોડા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 8 બ્રેડ પકોડા

સામગ્રી :

સ્ટફિંગ બનાવવા માટે :

2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા

મીઠું સ્વાદ પ્રમાણે

1 ચમચી ધાણાજીરૂ

1 ચમચી લાલ મરચું

હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

થોડો ગરમ મસાલો

ચપટી આમચૂર પાવડર

2 સમારેલા લીલા મરચા

થોડી રાઈ

થોડી હિંગ

ખીરું બનાવવા માટે :

1 કપ બેસન

1 ચમચી કોર્ન ફ્લોર કે ચોખનો લોટ

ચપટી હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

ચપટી ખાવાનો સોડા (જો નાખવો હોય તો)

1 ચમચી તેલ (બ્રેડ પકોડા ને સાંતળવા માટે)

તીખી લીલી ચટણી

ટોમેટો કેચપ

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં બટાકાને છોલીને તેનો માવો કરીને તૈયાર કરી લો તમે જો જૈન છો તો બટાકા ના બદલે કાચા કેળા  બાફીને ઉપયોગમાં લઇ શકો છો હવે બધા મસાલામાં કરી દો એક વાસણ માં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો પછી સમારેલા મરચાં નાખીને સાંતળીને ગેસ બંધ કરી દો હવે આમાં હળદર અને હિંગ નાખીને મિક્સ કરો તૈયાર કરેલો વઘાર આપણે બટાકામાં ઉમેરી દઈશું અને સમારેલી કોથમીર ઉમેરીને મિક્ષ કરી લઈશું તો સ્ટફિંગ તૈયાર છે

2) હવે ખીરું બનાવવા માટે બેસનમાં કોર્ન ફ્લોર અને જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને ખીરું બનાવો મીઠું હળદર નાખીને મિક્સ કરી લો ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહિ એવું રાખવાનું છે અને જો તમારે સોડા નાખવો હોય તો આ સમયે નાખીને ભેળવી દેવો

3) હવે આ રીતે બધી સામગ્રી તૈયાર કરી દો અને મેં બ્રેડ ની કિનારી કાપી છે અને મેંદાની બ્રેડ ઉપયોગ કર્યો છે તમારે ઘઉંની બ્રેડ લેવી હોય તો પણ લઈ શકો છો

4) હવે એક બ્રેડ લો અને એના ઉપર ટોમેટો કેચપ લગાવો પછી એના ઉપર બનાવેલું સ્ટફિંગ લગાવો બીજી બ્રેડ ઉપર આપણે લીલી ચટણી લગાવીશું તમને જેવી તીખાશ પસંદ હોય એટલી ચટણી લગાવી શકો

5) હવે બંને બ્રેડને આ રીતે મુકો અને હલકા હાથે દબાવી દો પછી એને કટ કરી લઈશું અહીંયા મેં ત્રિકોણ આકારમાં કટ કરી છે તમારે ચોરસ કટ કરવું હોય તો પણ કરી શકો છો તો આવી રીતે કટ કરીને તૈયાર કરવાની છે

6) હવે એક ફ્રાય પેન લઈ લો અને તેમાં એક ચમચી તેલ નાખીને થોડુ ગરમ થાય એટલે આપણે જે ખીરું બનાવ્યું છે એમાં બ્રેડ નાખીને સરસ રીતે ખીરા નું કોટિંગ કરીને તેને ફ્રાય પેન માં મૂકી દો આ પ્રોસેસ ઝડપથી કરવી કેમકે બ્રેડ જેટલી ખીર માં રહેશે તો એ પોચી થઇ જશે અને પછી તમને એને કડાઈમાં મૂકવા માં થોડો પ્રોબ્લેમ થશે

7) આ રીતે બધી બ્રેડ મૂકી દેવી અને પછી એને ધીમા થી મધ્યમ તાપ ઉપર શેકવી ૨ થી ૩ મિનિટ પછી એને ફેરવી દો અને બીજી બાજુ પણ એને શેકાવા દો બંને બાજુ શેકાઈ જાય પછી પકોડાને આવી રીતે ઊભા અને આડા કેળવીને ત્રણે બાજુએ શેકી લો અને તળેલા કેવું રિઝલ્ટ મળશે આ રીતે સરસ શેકાઈ જાય પછી આપણે એને પ્લેટમાં લઈ લઈએ

8) હવે આ સરસ મજાના તળ્યા વગરના બ્રેડ પકોડા બનીને તૈયાર છે આપણે એને ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરીશું

Watch This Recipe on Video