100% બહાર જેવું મોઝરેલા ચીઝ 5 મિનિટમાં બનાવો રેનેટ વગર ખૂબ જ કામ ની ટીપ્સ સાથે । Mozzarella Cheese

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઇશું કે ઘરે મોઝરેલા ચીઝ કેવી રીતે બનાવવું જેને પીઝા ચીઝ પણ કહેતા હોય છે માર્કેટ કરતાં પણ સરસ અને ચોખ્ખું મોઝરેલા ચીઝ આપણે ઘરે ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં બનાવી શકીએ છીએ સાથે તમે આને તમે બનાવીને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો અને આનું રીઝલ્ટ એકદમ આપણે જેવું માર્કેટમાંથી ચીઝ લાવીએ છીએ એવું જ મળે છે તો ચાલો અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 5 મિનિટ

સ્ટોર કરવાનો સમય : 1 અઠવાડિયું

સામગ્રી :

1 લિટર ગાયનું કાચું દૂધ (અનપેસ્ચુરાઇસડ મિલ્ક)

3 – 4 ચમચી સફેદ વિનેગર

3 – 4 ચમચી પાણી

1/2 ચમચી મીઠું

રીત :

1) સૌથી પહેલા દૂધને ગાળી ને એક વાસણમાં લઈ લઈશું

2) એક વાટકીમાં પાણી , વિનેગર અને મીઠું મિક્સ કરી લઈશું

3) જે દૂધ આપણે લીધું છે એને ધીમા ગેસ પર ગરમ થવા માટે મુકી દો દૂધને ગરમ થવાનું શરુ થાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવો દૂધને વધારે ગરમ કરવાનું નથી હવે એને નીચે ઉતારી લઈએ અને વિનેગર વાળા પાણીનું મિશ્રણ આપણે આમાં ઉમેરતા જઈને હલાવતા જઈશું આ રીતે ચીઝ અને પાણી અલગ થઈ જશે

4) ત્યારબાદ આપણે એને કાણાવાળા વાડકામાં કપડું પાથરીને ગાળી લઇશું પછી સૌથી પહેલાં એને બરફના ઠંડા પાણીમાં નાખો અને ચમચા ની મદદથી એને થોડું દબાવતા જાવ

5) ત્યારબાદ એને બરફના ઠંડા નાખો અને ઠંડા પાણીમાંથી કાઢીને ગરમ પાણીમાં નાખો અને પછીથી ગરમ પાણીમાંથી ઠંડા પાણીમાં નાખવું આ પ્રોસેસ બે થી ત્રણ વાર કરવાની

6) પછી ઠંડા પાણીમાં આ રીતે હાથથી દબાવતા જઈને એનો ગોળો વાળી લેવો અને બને એટલું પાણી કાઢી નાખો તમે આ રીતે અને ખેંચીને જોશો તો આમાં આ રીતે ચીઝ ખેંચાશે પછી આ રીતે ગોળો બનાવીને ડબ્બામાં ભરીને ફ્રિજમાં ૩ થી ૪ કલાક માટે મૂકો અને પછી અને તમે ઉપયોગમાં લઈ શકો છો

7) અત્યારે આપણે ચીઝ બનાવ્યું છે એમાંથી ચીઝ બ્રેડ સ્ટીક બનાવીશું તો બટરમાં ચીલી ફ્લેક્સ , સીઝ્નીંગ અને કોથમીર નાખીને મિક્સ કરી લઈએ આને બ્રેડ ઉપર લગાવીશું પછી સમારેલા લીલા મરચાં અને બનાવેલું મોઝરેલા ચીઝ છીણીને નાંખીશું બીજી બ્રેડ એના ઉપર મૂકીને બટર લગાવીશું અને આને તવીમાં થોડું શેકી લઇશું શેકાઈ જાય એટલે એને બહાર લઈને કટ કરીએ તો તમે જોઈ શકો છો ઘરનું બનાવેલું ચીજ કેટલું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે

8) હવે આ સરસ મજાનું ઘરનું બનાવેલું મોઝરેલા ચીઝ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video