જાંબુને આખું વર્ષ સ્ટોર કરવાની સૌથી સરળ રીત । How to store Jamun | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઇશું કે જાંબુ ને આખું વરસ કેવી રીતે સ્ટોર કરવા જાંબુને જો તમે સ્ટોર કરીને રાખો તો સીઝન વગર પણ તમે તમારી મનગમતી રેસિપી બનાવીને ખાઈ શકો છો જાંબુ ને આખું વર્ષ સ્ટોર કરવા માટે અમુક ટિપ્સ નું તમારે ધ્યાન રાખવાનું છે જે હું તમને રેસીપી દરમ્યાન જણાવતી જઈશ તો ચાલો આને કેવી રીતે સ્ટોર કરવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

સ્ટોર કરવાનો સમય આખું વરસ

સામગ્રી :મોટી સાઈઝના પાકા જાંબુ

રીત :

1) સૌથી પહેલા સરસ મોટા અને પાકા જાંબુ લઈને એને ધોઈને કાણાવાળા વાડકામાં કાઢી લઈશું ધ્યાન રાખવાનું કે જાંબુ કડક પણ નહીં અને વધારે પડતાં પોચા પણ નહીં એવા હોવા જોઈએ

2) હવે એને આપણે એક વાસણમાં સમારી લઈશું અને સમારતી વખતે એનો બીયો સાથે ના કપાય એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે બધા જાંબુ સમારીને તૈયાર કરવાના છે

3) એને ઝીપ પાઉચમાં ભરી દઈશું તમારે ડબ્બામાં ભરવા હોય તો પણ ભરી શકાય પણ ઝીપ પાઉચમાં ભરવાથી એ જગ્યા પણ ઓછી રોકે છે અને કાઢવામાં પણ સરળતા રહે છે આ રીતે જેટલા પણ જાંબુ તમારે ફ્રોઝન કરવા હોય એટલા પાઉચ બનાવીને તૈયાર કરી લેવાના

4) પછી તમારે આને ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરવાના છે જ્યાં આપણે બરફ બનાવતા હોઈએ છીએ ત્યા આ પાઉચ ને મૂકીને તમે સ્ટોર કરી શકો છો જરૂર પ્રમાણે આમાંથી જાંબુ ઉપયોગમાં લેવાના અને પછી પાઉચ બંધ કરીને ફરીથી તેને ફ્રીઝરમાં મૂકી દેવાના

5) ફ્રેન્ડ હવે આ રીતે તમે જાંબુને આખું વર્ષ સ્ટોર કરી શકો છો આ રીતે સ્ટોર કરવાથી જાંબુ નો કલર અને સ્વાદ એકદમ સરસ રહે છે 

Watch This Recipe on Video