બહારનું ખાવા કરતાં ઘરે જ બનાવો બહાર કરતા ચોખ્ખું અને ટેસ્ટી ફૂડ । Veg Fried rice | Veg Manchurian

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઇશું કે ઘરે બહાર જેવું જ ટેસ્ટી ચાઈનીઝ ફૂડ ઘરે કેવી રીતે બનાવવું આજે આપણે ચાઈનીઝ કોમ્બો બનાવીશું છે જેમાં વેજ ફ્રાઈડ રાઈસ અને વેજ ગ્રેવી મંચુરિયન બનાવીશું ઘરે ચાઈનીઝ ફૂડ બનાવવું ખુબ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં આ બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 15 20 મિનિટ

બનાવવાનો સમય : 15 20 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

ફ્રાઈડ રાઈસ બનાવવા માટે :

2 મોટા વાટકા રાંધેલો ભાત

1.5 વાટકો ઝીણું સમારેલું શાકભાજી

2 ચમચી તેલ

1/2 ચમચી લાલ મરચું

થોડો કાળા મરીનો પાવડર

મીઠું સ્વાદ પ્રમાણે

1 ચમચી સોયાસોસ

1 મોટી ચમચી રેડ ચીલી સોસ

3 – 4 ચમચી ટોમેટો કેચપ

વેજ મંચુરિયન બનાવવા માટેની સામગ્રી :

1 વાટકો રાંધેલા ભાત

1 વાટકો ઝીણું સમારેલું શાકભાજી

થોડો કાળા મરીનો પાવડર

મીઠું સ્વાદ પ્રમાણે

4 ચમચી મેંદો

3 – 4 ચમચી કોર્ન ફ્લોર

તેલ તળવા માટે

મંચુરિયન ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી :

1 ચમચી તેલ

3 – 4 ચમચી ઝીણી સમારેલી શાકભાજી

ચપટી મીઠું

લાલ મરચું

1 ચમચી સોયા સોસ

1 ચમચી રેડ ચીલી સોસ

1/2 કપ પાણી

2 ચમચી કોર્ન ફ્લોર ની સ્લરી

રીત :

1) ફ્રાઈડ રાઈસ બનાવતા પહેલા ભાત ને બાફી ને ઠંડો કરી લો અને શાકભાજીને ઝીણું સમારીને તૈયાર કરી લો અહીંયા મેં કોબીજ , ગાજર , કેપ્સીકમ અને લીલા મરચા લીધા છે તમારે ડુંગળી નાખવી હોય તો પણ નાખી શકો છો

2) હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા એમાં શાકભાજી નાખીને ફાસ્ટ ગેસ પર સાંતળી લો પછી એમાં મસાલા અને સોસ અને કેચપ નાખી મિક્ષ કરો

3) બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં રાંધેલો ભાત નાખીને મિક્સ કરી લેવો આ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને રાઈસને વાટકામાં લઈશું

4) મંચુરિયન બનાવવા માટે એક વાટકામાં મેંદો અને કોર્નફ્લોર સિવાયની બધી સામગ્રી પહેલા મિક્સ કરી લો આ મિક્સ થઇ જાય પછી એમાં મેંદો અને કોર્નફ્લોર નાખીને મિક્સ કરો જરૂર લાગે તો એકાદ બે ચમચી મેંદો અને કોર્નફ્લોર ઉમેરી શકો છો મેંદા અને કોર્ન ફ્લોર ની કોન્ટીટી તમે જે ભાત અને શાકભાજી ઉપયોગમાં લીધો હોય એમાં પાણીનો ભાગ કેટલો છે એના ઉપર રહેલો છે આ રીતે લોટ બંધાઈ જાય પછી એમાંથી નાના-નાના ગોળા બનાવીને તૈયાર કરવા

5) મંચુરિયન ને તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે મંચુરિયન એમાં નાખીને મીડીયમ થી ફાસ્ટ ગેસ ઉપર એને આવા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા આ મંચુરિયન ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા બને છે

6) હવે આની ગ્રેવી બનાવવા માટે કડાઈમાં એક તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા એમાં શાકભાજી નાખીને સાંતળી લો પછી એમાં મરચું અને મીઠું નાખો અને સોસ નાખો આ મિક્ષ થઈ જાય પછી આમાં પાણી ઉમેરો અને આની સાથે જ આપણે આમાં કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી દેઇશુ જેથી ગ્રેવી આવી સરસ ઘટ્ટ થઇ જશે કોર્ન ફ્લોર ની સ્લરી નાખ્યા પછી આને એક મિનિટ માટે ઉકાળો પછી એમાં બનાવેલા મનચુરીયન નાખો અને ભારત ગેસ ઉપર એક મિનિટ માટે ચઢવા દો મંચુરિયન બની જાય એટલે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું

7) હવે આ સરસ મજાનો ચાઈનીઝ કોમ્બો વેજ ફ્રાઈડ રાઈસ અને વેજ મંચુરિયન બનીને તૈયાર છે આ ખુબ જ ટેસ્ટી બને છે તો જરૂર ટ્રાય કરજો

Watch This Recipe on Video