દાળ-ચોખા-બેસન કે સોજી વગર નવી રીતે બનાવો ખાટા ઢોકળા । આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય | Dhokla

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ખાટા ઢોકળા , ખાટા ઢોકળા જનરલી દાળ ચોખા પલાડીને , ઢોકળાના લોટ નો ઉપયોગ કરીને કે પછી સોજી માંથી બનાવતા હોય છે પણ આજે હું તમને એક નવા જ ઇન્ગ્રીડીયનટ્સ નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવવા એ શીખવાડવાની છું જે ખુબ જ સરસ બને છે અને આને તમે બાળકોને લંચબોક્સમાં કે સવારના કે સાંજના નાસ્તામાં પણ બનાવીને સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

આથો લાવવા માટે નો સમય : 7 – 8 કલાક

સર્વિંગ : 2 વ્યક્તિ

સામગ્રી :

1 કપ ઘઉંનો કરકરો લોટ

1/2 કપ દહી

ચપટી હળદર

પાણી જરૂર પ્રમાણે

મીઠું સ્વાદ પ્રમાણે

1 ચમચી વાટેલા આદુ મરચા

ચમચી ખાવાનો સોડા

તેલ જરૂર પ્રમાણે

લાલ મરચું

રીત :

1) સૌથી પહેલાં એક વાસણમાં ઘઉંનો લોટ , દહીં , હળદર અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આનું ખીરું બનાવીને તૈયાર કરો આના માટે જે પાણી આપણે ઉપયોગમાં લઇએ એને નવશેકું ગરમ કરીને ઉપયોગમાં લેવાનું છે આ બધું સરસ રીતે મિક્સ થઇ જાય પછી એને ઢાંકીને સાત આઠ કલાક ઢાંકીને રાખવું આને તમે બહાર તાપ હોય તો તાપ માં કે તાપ ના હોય તો એને બંધ માઈક્રોવેવમાં કે કિચન કેબિનેટમાં મૂકીને રાખવું

2) સાત આઠ કલાક પછી તમે જોશો તો આમાં આ રીતે જાળી જેવું ટેક્ષચર આવી ગયું હશે એનો મતલબ કે આથો સરસ રીતે આવી ગયો છે તો આને એક વાર હલાવી લેવાનું

3) હવે આમાં મીઠું અને આદુ મરચા નાખી મિક્સ કરો (જો લસણ ખાતા હોવ તો લસણ પણ વાટીને નાખી શકો પછી એમાં ખાવાનો સોડા નાખો અને સોડાની ઉપર એક નાની ચમચી જેટલું નવશેકુ ગરમ કરેલું તેલ નાખો અને સારી રીતે મિક્સ કરી લો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો ખીરાની consistency વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રાખવાની છે

4) હવે ઢોકળા બનાવવા માટે સ્ટીલ ની કે અલ્યુમિનીયમની થાળી લઈ લો અને એમાં થોડું તેલ લગાવી દો પછી બનાવેલું છે ખીરું આમાં નાખો અને પુરી થાળીમાં ફેલાવી દો હવે આના ઉપર થોડું લાલ મરચું આપણે છાંટી દઈશું તમારે લાલ મરચું ના નાખવું હોય અને એકલા પીળા ઢોકળા બનાવવા હોય તો પણ બનાવી શકો છો

5) ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ઉકળવાનું શરૂ થાય એ પછી એના ઉપર કાણાવાળી જાળી મૂકો અને તૈયાર કરેલી ઢોકળાની થાળી આમાં મૂકી દઇશું પછી ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ ઉપર આને આઠ થી દસ મિનિટ માટે બફાવા દઈશું , દાળ-ચોખા ના ઢોકળા ૬  થી ૭ મિનિટમાં બફાઈ જાય પણ ઘઉં ના લોટ ના ઢોકળા ને થોડો વધારે સમય લાગશે

6) આઠ થી દસ મિનિટ પછી તમે એને ચાકુની મદદથી આ રીતે ચેક કરો તો એ સાફ નીકળવું જોઈએ હવે ઢોકળાની થાળી ને આપણે બહાર કાઢી લઈશું અને પાંચ મિનિટમાં ઠંડી થવા દઈશું

7) પાંચ મિનિટ પછી આપણે ઢોકળાને કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આ એકદમ સરસ અને જાળીદાર બનીને તૈયાર થાય છે આને આપણે સર્વિંગ પ્લેટ મા લઈ લઈએ અને એની સાથે આપણે સીંગતેલ અને કોથમીર મરચાની ખાટી મીઠી ચટણી સર્વ કરીશું

8) હવે આ સરસ મજાના ગુજરાતી સ્ટાઇલ ખાટા ઢોકળા બનીને તૈયાર છે આ ખુબ જ ટેસ્ટી બને છે તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો

Watch This Recipe on Video