ઘરમાં જ રહેલી સામગ્રીથી ફક્ત 15 મિનિટમાં બનાવો મીઠાઇની દુકાન જેવા પેંડા | Peda | Shreejifood

હેલો ફ્રેન્ડ  આજે આપણે બનાવીશું બધાની મનપસંદ મીઠાઈ પેડા , પેડા દરેકને ખૂબ જ ભાવતા હોય છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને માર્કેટ કરતા ચોખ્ખા પેંડા ઘરે કેવી રીતે બનાવવા એ શીખવાડવાની છું જેથી તમે દરેક તહેવાર માં આને ઘરે બનાવી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવા નો સમય : 15 મિનિટ

સર્વિંગ : 14 – 15 પેડા

સામગ્રી :

1 કપ મિલ્ક પાવડર

1/2 કપ દૂધ

1/2 કપ દળેલી ખાંડ

1 ચમચી ચોખ્ખું ઘી

થોડું ઇલાઇચી પાવડર

સમારેલા બદામ પિસ્તા

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં દૂધ અને મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરી દો આમાં સહેજ પણ બઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું છે આ રીતે મિશ્રણ મિક્સ થઇ જાય પછી ગેસ ચાલુ કરવાનો છે અને એને આપણે મીડીયમ ગેસ ઉપર ચડવા દઈશું

2) થોડીવાર પછી આમાં ચોખ્ખું ઘી અને દળેલી ખાંડ નાખો અને મિક્સ કરતા જાવ ધીરે ધીરે આ મિશ્રણ ઘટ્ટ થવા લાગશે

3) હવે આમાં થોડું ઈલાયચી પાવડર નાખીશું અને આને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું મિશ્રણ નીચે ચોંટે નહી એ વાતનું ખાસ ધ્યાન રાખવું થોડીવાર પછી મિશ્રણ આ રીતે કડાઈને છોડવા લાગશે અને સરસ ઘટ્ટ થઈ જશે તો ગેસ બંધ કરીને બે ત્રણ મિનિટ સુધી હલાવતા રહો પછી એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દો

4) ઠંડુ થયા પછી આ રીતે ઘટ્ટ થઇ જશે આને તમે ચેક કરશો તો આવી નાની ગોળી આસાનીથી બની જશે અને તમારા હાથમાં એ પણ બિલકુલ નહીં ચોટે પેંડા બનાવતા પહેલા હાથમાં થોડું ઘી લગાવી દઈશું અને જે પણ સાઈઝના તમારે પેંડા બનાવવા હોય એ પ્રમાણે એને બનાવી લેવાના પછી અંગૂઠાની મદદથી વચ્ચે થોડું એને દબાવો અને પછી તેમાં સમારેલા બદામ – પિસ્તા મૂકો

5) આ રીતે પેંડા બનાવીને તૈયાર કરી લેવાના છે આને ત્રણ-ચાર કલાક પછી એને કાણાંવાળી ડીશ ઉપર મૂકી દેવાના છે એટલે જલદી ડ્રાય થઈ જાય

6) હવે આ સરસ મજાના એકદમ ચોખ્ખા અને ટેસ્ટી પેડા બનીને તૈયાર છે આને બહાર ત્રણ થી ચાર દિવસ સુધી અને જો ફ્રિઝમાં રાખો તો અઠવાડિયા થી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video