એકનો એક નાસ્તો ખાઇને કંટાળી ગયા છો તો બનાવો આ ટેસ્ટી નાસ્તો | Veg Oats Nuggets | Shreejifood

હેલો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી વેજ ઓટ્સ નગેટસ , જો તમે વજન ઉતારવા માંગતા હોવ ત્યારે કઈંક હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય થાય તો આ રેસીપી જરૂર ટ્રાય કરી શકો છો સાથે જ આ હેલ્ધી છે તો તમે બાળકોને પણ આપી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારી નો સમય : 10 મિનીટ

બનાવાનો સમય : 10 મિનીટ

સર્વિંગ : 3 – 4 વ્યક્તિ

સામગ્રી :

1 કપ જાડા પૌવા

1/2 કપ ઈન્સ્ટન્ટ ઓટ્સ

3 – 4 બાફેલા બટાકા

મીઠું સ્વાદપ્રમાણે

2 ચમચી લાલ મરચું

1/2 ચમચી ગરમ મસાલો

2 ચમચી ચીલી ફ્લેક્સ

1 ચમચી ધાણાજીરું

ચપટી હળદર

લીલા મરચા

ચાટ મસાલો

ઝીણા સમારેલા શાકભાજી (કોબીજ / ગાજર / કેપ્સીકમ / લીલા મરચા)

કોટિંગ માટે :

1 ચમચી કોર્ન ફ્લોર

2 ચમચી મેંદો

ચપટી મીઠું

પાણી

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા જે ઓટ્સ લીધા છે એને એક મિક્ષર જારમાં લઇ દળી લો

2) એક વાસણમાં બધી સામગ્રી લઈ લો અને એને સરસ રીતે મિક્ષ કરો આ રીતે બધું સરસ મિક્ષ થઈ જવું જોઈએ

3) મિક્ષ થઈ જાય પછી એમાંથી આ રીતે નગેટસ બનાવો તમારી આને ટીક્કી નો  શેપ આપવો હોય તો પણ આપી શકો છો

4) હવે સ્લરી બનાવવા માટે એક વાટકામાં મેંદો કોર્ન ફ્લોર અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરુ બનાવીને તૈયાર કરો પછી ચપટી જેટલું મીઠું નાખી મિક્ષ કરો આ સ્લરી વધારે જડી પણ નહી અને પાતળી પણ નહી એવી રાખવાની છે  સાથે જ ડ્રાય બ્રેડ ક્રમ્સ લેવાના છે આના બદલે તમે ટોસ્ટ નો ભૂકો પણ લઇ શકો બનાવ્યા છે

5) નગેટસ ને પહેલા મેદાની સ્લરીમાં ડીપ કરો પછી બ્રેડ ક્રમ્સ થી એનું કોટિંગ કરો

6) હવે આને તળવા માટે તેલ ગરમ થાય એટલે નગેટસ ને મીડીયમ ગેસ પર ફ્રાય કરો આને ધીમા ગેસ પર ફ્રાય નથી કરવા નહીતો તેલ ભરાઈ જશે આ રીતે ક્રિસ્પી તળાય એટલે બહાર લઇ લો અને બાકીના તૈયાર કરી લેવાના છે

7) તમારે તો ટીક્કી નો શેપ આપવો હોય તો પણ આપી શકો છો એને સેલો ફ્રાય પણ કરી શકો છો

8) હવે આ સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનીને તૈયાર છે

Watch This Recipe on Video