આ ગણેશચતુર્થી પર બનાવો બે પ્રકારની ખાંડ વગરની હેલ્ધી મીઠાઈ । Modak | Ladoo | Shreejifood

હેલો ફ્રેન્ડ ગણેશ ચતુર્થી માટે લાડુ અને મોદક ની રેસીપી આ બંને રેસીપી બનાવવા માટે આપણે બિલકુલ પણ ખાંડનો ઉપયોગ નથી કરવાના છો તો તમે જો વજન ઉતારવા માંગો છો કે તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે તો એ વ્યક્તિ પણ આ મીઠાઈ ખાઈ શકે છે આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે તો ઘરમાં દરેક ને ખુબ જ પસંદ આવશે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવા નો સમય : 25 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

મોદક બનાવવા માટે (સ્ટફિંગ બનાવવા માટે) :

1 ચમચી ચોખ્ખું ઘી

3 ચમચી સમારેલી બદામ

2 ચમચી સમારેલા કાજુ

2 ચમચી સમારેલા પિસ્તા

2 કપ તાજા ટોપરાનું છીણ

1/2 કપ ગોળનો ભૂકો

એલચી પાવડર

થોડો જાયફળનો પાવડર

બહારનું પડ બનાવવા માટે :

1 કપ ચોખાનો લોટ

1 + 1/4 કપ પાણી

ચપટી મીઠું

1 નાની ચમચી તેલ

કેસર નું પાણી

ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે :

1 + 1/4 કપ ઈન્સટન્ટ ઓટ્સ

3 ચમચી સમારેલી બદામ

2 ચમચી સમારેલા કાજુ

3 ચમચી સમારેલા પિસ્તા

થોડો ઈલાયચી પાવડર

1/2 કપ ગોળનો ભૂકો

2 ચમચી પાણી

થોડો પિસ્તાનો ભૂકો

થોડું ચોખ્ખું ઘી

મોદક બનાવવાની રીત :

1) સૌથી પહેલા જે શ્રીફળ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ એના ટુકડા કરી તેને છોલીને મિક્ષરમાં નાખીને વાટી લો

2) એક પેન ગરમ કરવા માટે મૂકો તેમાં ઘી નાખીને એને ગરમ થવા દો ઘી ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા ડ્રાયફ્રુટ નાખીને એને થોડું સાંતળી લો પછી આમાં ઓટ્સ નો પાવડર નાખો અને એને મિક્સ કરી લો પછી ટોપરાનું છીણ કરીને રાખ્યું છે એ ઉમેરી દો અને એને એકાદ મિનિટ સાંતળો

3) આમાં ગોળ અને ઈલાયચી – જાયફળનો પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરી લો અને આ રીતે મિક્સ થઇ જાય પછી એને ઠંડુ થવા દઈશું

4) હવે બહારનું પડ બનાવવા માટે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો અને એમાં મીઠું અને તેલ નાખો પાણીને ઉકાળવાનું નથી ફક્ત તેને ગરમ જ કરવાનું છે પાણી ગરમ થાય એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો લોટ મિક્સ થઇ જાય પછી એના ઉપર ઢાંકણ ઢાંકીને એને પાંચ મિનિટ માટે રહેવા દો પાંચ મિનિટ પછી એને એક વાસણમાં લઈ લો અને પછી એમાં થોડું નવશેકું ગરમ પાણી છાંટીને આનો સરસ રીતે લોટ બાંધીને તૈયાર કરી દો

5) હવે મોદક બનાવવા માટેના આ રીતના મોલ્ડ માર્કેટમાં મળતા જ હોય છે તો મોલ્ડ માં બંને બાજુ પહેલા આ રીતે થોડો થોડો લોટ લગાવી દો આને વધારે જાડુ નથી કરવાનું પછી મોલ્ડ ને બંધ કરી દો અને વચ્ચે જે ભાગ છે એમાં આપણે સ્ટફિંગ ભરી દઈશું અને પાછળના ભાગ ઉપર પણ આપણે થોડો ચોખાનો લોટ લગાવી દઈશું પછી વધારાનો લોટ લાગ્યો હોય એને પણ કાઢી લેવાનો અને પછી મોલ્ડ ખોલીને આ રીતે મોદક બહાર કાઢી લેવા એટલે સરસ મજાનું મોદક બનીને તૈયાર થઇ જશે

6) હવે બીજી મેથડ માં મોલ્ડ ની બંને સાઇડ લોટ લગાવી દેવાનો પછી એક બાજુના ભાગમાં સ્ટફિંગ મૂકવાનું અને પછી મોલ્ડ ને બંધ કરી દેવાનું છે થોડો ચોખાનો લોટ પાછળ લગાવી દેવો હવે મોલ્ડ ને ખોલી મોદક બહાર કાઢી લેવું

7) હવે એને બાફવા માટે મૂકવાના છે એક કડાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દો પાણી ઉકળવા નું શરુ થાય એટલે કાણાવાળી ડીશ એના ઉપર મૂકો પછી કોટનનું કપડું મૂકી દઈશું અને એના ઉપર બનાવેલા  મોદક મુકીશું એના ઉપર થોડું કેસર વાળું પાણી નાખીશું તમારે જો કેસરવાળું પાણી ના નાખવું હોય તો તમે સફેદ મોદક પણ બનાવી શકો છો હવે ઢાંકણ ઢાંકીને એને મીડીયમ ગેસ ઉપર આપણે 15 મિનિટ માટે બફાવા દઈશું 15 મિનિટ પછી તમે જોશો તો મોદક બહુ જ સરસ રીતે તૈયાર થઈ ગયા હશે હવે એને બહાર કાઢીને ઠંડા થવા દો

લાડુ બનાવવાની રીત :

8) એક પેનમાં ઓટ્સ નાખો અને એને થોડા શેકી લો થોડા શેકાઈ જાય પછી એમાંથી થોડા ઓટ્સ આપણે સાઈડમાં કાઢી લઈશું અને એનો ભૂકો કરીને તૈયાર કરી લઈશું ઓટ્સ ની સાથે જ આપણે ડ્રાયફ્રૂટ નાખીશું અને એને પણ થોડા શેકી લઈશું હવે આ મિશ્રણને એક વાસણમાં કાઢી લઈએ એ જ પેનમાં

9) હવે આપણે ગોળ અને પાણી ઉમેરીને એને ગરમ થવા દઈશું આમાં પાયો નથી બનાવવાનો ફક્ત ગોળ ને આપણે પાણીની સાથે ગરમ જ કરવાનો છે ગોળ સરસ રીતે ઓગળી જાય એટલે એમાં થોડો ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરી લો હવે જે ઓટ્સનું મિશ્રણ આપણે વાસણમાં કાઢી ને રાખ્યું હતું તેમાં ગોળનું પાણી ઉમેરી દો અને સાથે જ ઓટ્સનો પાઉડર બનાવીને રાખ્યો છે એ પણ ઉમેરી દઈશું આ મિશ્રણ કોરું લાગે તો થોડું નવશેકું ગરમ પાણી છાંટી દેવુંઆ મિશ્રણ ખૂબ જ ગરમ હોય એટલે અત્યારે એને અડવું નહિં ચમચાની મદદથી એને થોડું મિક્સ કરી લો

10) પછી આ નવશેકુ ગરમ હોય ત્યારે આ મિશ્રણ ને હાથથી સરસ રીતે મસળી લો આ બધું મિક્સ થવું જોઈએ હવે હાથમાં થોડું ઘી લગાવીને આપણે આમાંથી નાના નાના લાડુ બનાવીને તૈયાર કરીશું અને લાડુ બનાવીને પછી એને પિસ્તાના ભુકાથી આ રીતે કોટિંગ કરી દઈશું તો આ રીતે બધા લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે

11) હવે આપણા સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી લાડુ અને મોદક બનીને તૈયાર છે

Watch This Recipe on Video