ખાંડનો ઉપયોગ કર્યા વગર પરફેક્ટ રીતથી બનાવો ચુરમાંનાં લાડું|Churma Ladoo| Churma na Ladva Shreejifood

હેલો આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશ્યલ “ચુરમાના લાડુ” , ચુરમાના લાડુ આજે આપણે ઉપયોગ ખાંડનો ઉપયોગ કર્યા વગર ગોળથી બનાવાના છીએ જે વધારે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ બને છે આ લાડુ જેવા આપણે ગુજરાતી પ્રસંગમાં કે દુકાન માંથી લાવીને ખાઈએ છીએ એવા જ સરસ બને છે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 30 મિનિટ

સર્વિંગ લાડુ : 12 લાડવા

સામગ્રી :

2 કપ ઘઉંનો કરકરો લોટ

1/2 કપ ઓટ્સનો પાવડર

1/4 કપ ચણાનો લોટ

1/2 કપ તેલ

નવશેકું ગરમ પાણી

4 ચમચી ઘી

1 કપ ગોળ

4 ચમચી સમારેલી બદામ

3 ચમચી સૂકી દ્રાક્ષ

થોડી ખસખસ

એક ચમચી ઇલાયચી પાઉડર

થોડો જાયફળનો પાવડર

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં ઘઉંનો લોટ , ચણાનો લોટ અને ઓટ્સનો પાઉડર લઈ લો એમાં તેલ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો આમાં મૂઠી પડતું મોવણ હોવું જોઈએ પછી એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધીને તૈયાર કરી લો પછી આમાંથી આ રીતે મુઠીયા વાળીને તૈયાર કરો

2) મુઠીયા ને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તમારે મુઠીયા ને ઘીમાં તળવા હોય તો પણ તળી શકો છો અહીંયા મે ઘી અને તેલ બંને મિક્સ કરીને ઉપયોગમાં લીધુ છે મુઠીયા ને મીડીયમ ગેસ ઉપર સરસ આવા આછા બદામી કલર ના થાય ત્યાં સુધી તળવાના છે પછી આપણે આને બહાર કાઢી લઈશું

3) મુઠીયા ના આ  રીતે થોડ મોટા ટુકડા કરીને તેને ઠંડા થવા દઈએ

4) મુઠીયા એકદમ સરસ ઠંડા થઈ જાય પછી એને મિક્સર જારમાં લઈને દળીને તૈયાર કરી લો પછી ઘઉં ચાળવાનો  જે ચાળણો લઈને આને ચાળીને આ રીતે ચૂરમુ તૈયાર કરો

5) હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકો અને એમાં ગોળ સમારીને કે ભૂકો કરીને ઉમેરો આમાં ગોળનો પાયો નથી કરવાનો ફક્ત ઘી અને ગોળને ગરમ કરીને મિક્સ કરવાનું છે આ રીતે ગોળ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો

6) જે ચુરમું આપણે તૈયાર કરીને રાખ્યું છે એમાં ગોળ અને ઘી ઉમેરી દઇશું પછી એમાં બદામ , સૂકી દ્રાક્ષ અને ઇલાયચી – જાયફળનો પાઉડર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું આની સાથે થોડી ખસ ખસ પણ આપણે ઉમેરી દઈશું બધું સરસ મિક્સ થઈ જાય પછી એમાંથી લાડુ બનાવીને તૈયાર કરીએ લાડુની ઉપર ફરીથી પણ આ રીતે ખસખસ લગાવી હોય તો પણ લગાવી શકો છો

7) હવે જો તમને આ રીતે હાથથી લાડુ વાળતા નથી ફાવતા તો આ રીતના મોલ્ડ માર્કેટ માં મળતા હોય છે એમાં થોડું ઘી લગાવી થોડી ખસ ખસ અને બદામ નાખી પછી ચુરમું આમાં દબાવીને ભરી દો પછી મોલ્ડને આ રીતે થાળીમાં ઊંધું પાડો તો આ રીતે લાડુ બનશે

8) હવે આ સરસ મજાના ખાંડનો ઉપયોગ કર્યા વગર બનાવેલા ગોળ ચુરમાના લાડુ બનીને તૈયાર છે આને તમે ડબ્બામાં ભરીને આઠ થી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો 

Watch This Recipe on Video