કડાઈ , કુકર , માઇક્રોવેવ કે શાકભાજી નો ઉપયોગ કર્યા વગર સરસ ટેસ્ટી પુલાવ બનાવાની નવી રીત । Birayani

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું છોલે પુલાવ આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે તમે જો નોકરી કરો છો , એકલા રહો છો કે ઘરમાં નાનું બાળક છે અને તમારી પાસે જો બે રેસીપી બનાવવાનો સમય નથી તો આ છોલે પુલાવની રેસિપી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 6 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

2 કપ બાસમતી ચોખા

1 મોટો વાડકો બાફેલા કાબુલી ચણા

2 ચમચી તેલ

1 ચમચી ચોખ્ખું ઘી કે બટર

થોડું જીરું

1 ચમચી વાટેલા આદુ-મરચાં

તજ  

લવિંગ

ઈલાયચી

કાળા મરી

1 બીયા કાઢીને સમારેલુ ટામેટું

1/2 કપ દહીં

મીઠું સ્વાદપ્રમાણે

1/2 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરૂ

1 ચમચી લાલ મરચું

1/2 ચમચી છોલે મસાલો

1 ચમચી પુલાવ કે બિરયાની મસાલો

2.5 કપ પાણી

થોડો સમારેલો ફુદીનો

સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા ચોખા ને બે વાર પાણીથી ધોઈને 15 મિનિટ માટે પલાળીને રાખો આની સાથે જ કાબુલી ચણાને બાફીને તૈયાર કરી લો ચણાને 7 – 8 કલાક માટે પલાડીને રાખવા પછી કૂકરમાં 5 થી 6 વ્હીસલ કરીને એને તૈયાર કરી લેવા

2) અહીં આપણે ગેસ કે માઈક્રો નો ઉપયોગ કર્યા વગર આ પુલાવ બનાવવાના છીએ તો અહીંયા મે ઈલેક્ટ્રીક રાઈસ કુકર ઉપયોગમાં લીધું છે એને આપણે ચાલુ કરીને એમાં સોતે મોડ સિલેક્ટ કરીને એને ગરમ થવા માટે મુકીશું

3) આમાં જે અંદર તપેલી આપી છે એ ગરમ થાય એટલે એમાં તેલ અને બટર ઉમેરો તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં જીરૂં , આખા મસાલા અને વાટેલા આદુ મરચાં ઉમેરીને સાંતળી લો પછી એમાં ટામેટા ઉમેરો અને ટામેટા પોચા પડે ત્યાં સુધી અને સાંતળવાના છે જે લોકો ડુંગળી ખાતા હોય એ ડુંગળી અને લસણ નાખીને સાંતળી લે એ પછી એમાં સમારેલા ટામેટા ઉમેરે

4) ટામેટા આ રીતે સરસ પોચા પડી જાય પછી એમાં બાફેલા ચણા નાખવા અને બધા મસાલા કરીને એને 15 – 20 સેકંડ માટે સાંતળવા મસાલા , ટામેટા અને ચણા સંતળાઈ જાય એ પછી એમાં દહીં નાખો દહીં વધારે ખાટું ના હોય એવું ઉપયોગમાં લેવું અને એને પણ મિક્સ કરીને 15 – 20 સેકંડ સાંતળવાનું છે

5) હવે જે ચોખા પલાડીને રાખ્યા હતા એનું પાણી નિતારીને ચોખામાં આમાં ઉમેરી લઈશું અને હલકા હાથે આને હલાવી લઈશું હવે જે કપ થી માપીને આપણે ચોખા લીધા હોય એ જ કપ થી માપીને આપણે અઢી કપ પાણીમાં ઉમેરવાનું છે આને હલાવી દઇએ અને છેલ્લે આમાં કોથમીર અને ફુદીનો ઉમેરી દઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ઢાંકણ ની ઉપર જે પ્રેસર રિલીઝ વાલ્વ આપેલો છે એને આપણે પાછળની સાઇડ રાખવાનો છે

6) હવે જો તમારે આમાં ઓટોમેટિક કુકિંગ કરવું છે તો સોતે મોડ કેન્સલ કરીને નીચે રાઈસ નું ઓપ્શન આપેલું હોય એ સિલેક્ટ કરવાનું તો ઓટોમેટીક કુકિંગ ચાલુ થઇ જશે અત્યારે આપણે મેન્યુલ કુકિંગ કેવી રીતે કરવું એ જોઇશું તો સોતે મોડ નું ઓપ્શન કેન્સલ કરીને મેન્યુઅલ બટનને દબાવો પછી ટેસ્ટ નું બટન દબાવીને એમાં સ્ટ્રોંગ ઓપ્શન સિલેક્ટ કરવું અને 6 મિનિટનો ટાઈમ સેટ કરીને મૂકી દેવો પછી કુકર બંધ થઈને એની જાતે કીપ વોર્મ ઓપ્શન માં જતું રહેશે તો તમારે જો પુલાવ ને લાંબો સમય ગરમ રાખવું છે તો એ ઓપ્શનમાં રાખવાનું અને જો તરત સર્વ કરવું છે તો કુકરને બંધ કરી દેવાનું છે હવે કુકર ને જો તમે આમ જ રાખો છો તો દસ મિનિટમાં એની જાતે ઠંડુ થઈ જાય છે

7) અત્યારે આપણે પુલાવ ને તરત જ સર્વ કરીશું તો જે ઢાંકણ ની ઉપર જે પ્રેશર રિલીઝ વાલ્વ આપેલો છે એને આપણી આગળની સાઈડ કરીશું જેથી બધી વરાળ બહાર નીકળી જશે અને કુકર ઠંડુ થઈ જશે કુકરમાંથી વરાળ બહાર નીકળી જાય એટલે કુકરને ખોલી લઈશું પુલાવ ને થોડીવાર પછી હલકા હાથે હલાવીને મિક્સ કરો અને સર્વિંગ પ્લેટમાં લઈ લો

8) હવે આ સરસ મજાનો ટેસ્ટી અને મસાલેદાર છોલે પુલાવ બનીને તૈયાર છે આને તમે દહી , રાયતુ કે પાપડ ની સાથે સર્વ કરી શકો છો

Watch This Recipe on Video