ચણામાંથી બનાવો એકદમ સરસ ટેસ્ટી નાસ્તો । Falafel | Hummus | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મિડલ ઇસ્ટ ની ખૂબ જ જાણીતી સ્ટ્રીટ ફુડની રેસિપી જેનું નામ છે ફલાફલ જનરલી ફલાફલ પીટા બ્રેડ ની સાથે સર્વ થતા હોય છે આજે આપણે એને હમસની સાથે સર્વ કરીશું જેની સાથે એનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને આ ફલાફલ અને હમસ તમે નાસ્તામાં સર્વ કરી શકો છો અને એટલા ટેસ્ટી હોય છે કે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 1520 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

200 ગ્રામ કાબૂલી ચણા

1/2 વાટકી સમારેલી કોથમીર

4 થી 5 લીલા મરચાં

મીઠું સ્વાદ પ્રમાણે

1 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરૂ

થોડો કાળા મરીનો પાવડર

1 લીંબુનો રસ

3 ચમચી મેંદો

ચપટી ખાવાનો સોડા

2 ઘઉં કે મેંદાની બ્રેડ

તેલ તળવા માટે

હમસ બનાવવા માટે :

2 ચમચી તલ 

1/2 વાટકી બાફેલા કાબુલી ચણા

2 ચમચી ઓલિવ ઓઈલ

2 ચમચી પાણી

ચપટી મીઠું

1 ચમચી શેકેલું જીરું

થોડો લીંબુનો રસ

રીત :

1) સૌથી પહેલા કાબુલી ચણાને સાથે આઠ કલાક માટે કે આખી રાત માટે પલાડીને રાખો ચણા પલડી જાય એટલે આપણે એને કાણાવાળા વાડકામાં લઈશું જેથી વધારાનું પાણી નીકળી જાય હવે એને મિક્સર જારમાં લઈ લો

2) ચણાની સાથે જ આપણે કોથમીર , મરચાં અને બધા મસાલા કરીને પાણી વગર આને વાટી લઈશું આ રીતે થોડું વટાય એ પછી તેમાં મેંદો અને બ્રેડના ટુકડા ઉમેરો અને ફરીથી એને વાટીને તૈયાર કરો અને એકદમ ઝીણું નથી વાટવાનું થોડું કરકરું વાટવાનું છે

3) હવે એને એક વાટકામાં કાઢી લઈશું આ સમયે તમારે આમાં ચપટી ખાવાનો સોડા નાખવો હોય તો નાખી શકો છો અત્યારે મેં સોડાનો ઉપયોગમાં નથી કર્યો આ રીતે મીડિયમ સાઇઝના ગોળા વાળીને તૈયાર કરી લેવાના બધા ગોળા બની જાય પછી એને આપણે એક કલાક ફ્રીજમાં મૂકી દઈશું અને ફ્રીજમાં મૂકવાથી જ્યારે આપણે તળીશું ત્યારે તેલમાં છૂટા નહી પડે એટલે આ ખૂબ જરૂરી છે

4) હમસ બનાવવા માટે એક પેન ગરમ કરવા માટે મૂકો અને પછી એમાં તલ ઉમેરીને ધીમા ગેસ ઉપર એને થોડા શેકી લો તલ શેકાઈ જાય એટલે તેને ઠંડા થવા દઇશું પછી એને મીક્સરમાં લઈને વાટીને તૈયાર કરો એમાં થોડું ઓલિવ ઓઈલ ઉમેરો અને ફરીથી તેની પેસ્ટ બનાવો પછી એમાં બાફેલા ચણા નાખો

5) બાકીની બધી સામગ્રી ઉમેરી દો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને એકદમ સરસ સ્મૂથ વાટીને તૈયાર કરો તો આ રીતે હમસ બનીને તૈયાર થઇ જશે

6) એક કલાક પછી આપણે ફલાફલને બહાર કાઢી લઈશું આને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકીએ તેલ ગરમ થાય એટલે ફલાફલના બોલ આમાં ઉમેરો અને એને મીડીયમ ગેસ ઉપર તળો થોડી થોડી વારે તેને ફેરવતા રહીશું અને એકદમ સરસ આવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને પેપર નેપકીન ઉપર લઈ લઈશું અને આ રીતે બાકીના તળીને તૈયાર કરીશું હવે આને પ્લેટમાં લઈએ અને એની સાથે બનાવેલું હમસ સર્વ કરીશું હમસ ની ઉપર આપણે થોડું ઓલીવ ઓઈલ , લાલ મરચું પાવડર કે પેપ્રીકા પાવડર અને થોડી સમારેલી કોથમીર નાખીશું

7) હવે આ સરસ મજાના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ફલાફલ અને એની સાથે હમસ બનીને તૈયાર છે

Watch This Recipe on Video