હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટમાં છોલે ચણા ની સાથે મળે એવી પુરી જેવી પુરી આપણે છોલે ચણા ની સાથે રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ એવી પુરી ઘરે બનાવી ખૂબ જ સરળ છે તો ચાલો એને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સર્વિંગ : 8 પુરી
સામગ્રી :
1.5 ઘઉંનો લોટ
1/2 કપ મેંદો
4 ચમચી સોજી
મીઠું સ્વાદ પ્રમાણે
2 ચપટી ખાવાનો સોડા
2 ચમચી તેલ
પાણી જરૂર પ્રમાણે
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલા લોટ બાંધવા માટેની બધી સામગ્રી એક વાટકામાં લઈ લો પછી એમાં તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને પરોઠા જેવો લોટ બાંધી ને તૈયાર કરો હવે એને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દઇશું

2) 10 – 15 મિનિટ પછી લોટને ઉપયોગમાં લેતા પહેલા સરસ રીતે મસળી લેવો અને તેમાંથી લૂઓ બનાવી ને તૈયાર કરવો હવે આને પાટલી ઉપર લઈ મોટી પુરી વણીને તૈયાર કરીશું પુરી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રાખવાની છે અને બધે થી એક સરખી હોવી જોઈએ

3) પુરી ને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દો તેલ એકદમ સરસ ગરમ થાય એ પછી પુરી આમાં ઉમેરો અને આને ફાસ્ટ ગેસ ઉપર તળી લો પુરી ફૂલે એટલે એને ફેરવી દો અને બીજી બાજુએ થોડી ક્રિસ્પી થાય એટલે આપણે એને પેપર નેપકીન પર કાઢી લઈશું બનાવેલી પુરી ને અત્યારે મેં છોલે ચણા ની સાથે સર્વ કરી છે

4) હવે આ સરસ મજાની પુરી બનીને તૈયાર છે આને તમે કોઈ પણ શાક સાથે પણ સર્વ કરી શકો છો
