કૂકરમાં ગોળની ખીર બનાવાની સૌથી સરળ રીત । Gud ki Kheer | Kheer Recipe | Chawal ki kheer | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ગોળની ખીર , જનરલી ખીર બનાવવા માટે આપણે ખાંડનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આજે આપણે ખાંડનો ઉપયોગ કર્યા વગર ગોળથી આને બનાવીશું જેથી આ વધારે હેલ્ધી બને છે અને ઘરમાં જો કોઈને ડાયાબિટીસ છે તો એ લોકો પણ આ ખીર ખાઈ શકે છે સાથે જ આજે આપણે આ ખીર બનાવવા માટે કુકર નો ઉપયોગ કરીશું જેથી આ ખીર ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો આ ને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

1 લીટર ફૂલ ફેટ દૂધ

1/2 કપ થી થોડો વધારે ગોળ

1/4 કપ પલાળેલા ચોખા

સમારેલા બદામ પિસ્તા

થોડો ઈલાયચી જાયફળ નો પાવડર

1/4 કપ પાણી

રીત :

1) સૌથી પહેલા એક મોટા કુકરમાં દૂધ લઇ એને ગરમ કરવા માટે મૂકો દૂધ થોડું ગરમ થાય એટલે એમાં પલાળેલા ચોખા નું પાણી નિતારીને એ ચોખા આમાં ઉમેરી દઈશું અને એકવાર મિક્સ કરો અને એને થોડું ગરમ થવા દો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી ને ધીમા ગેસ ઉપર અને બે વ્હીસલ કરી લો

2) હવે પેન ગરમ થવા માટે મૂકો એમાં ગોળ અને પાણી ઉમેરીને મીડીયમ ગેસ ઉપર આને ગરમ કરો ગોળ ઓગળી જાય એ પછી આની એક થી બે મિનિટ માટે ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરવાનું હવે આને ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું

3) બે વ્હીસલ થઈને કુકર ઠંડું થઈ જાય એટલે આપણે એને ખોલી લઈશું અને કિનારી ઉપર જે મલાઇ હોય એને આપણે દૂધની સાથે મિક્સ કરી દઈશું અને ચોખાને ઝરણી થી થોડું મિક્ષ કરી લો હવે આમાં બદામ પિસ્તા અને થોડો ઈલાયચી જાયફળનો પાવડર નાખીને મિક્સ કરી લઈશું અને દૂધને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દો

4) દૂધ અને ગોળ નું સીરપ બંને ઠંડુ થઈ જાય એ પછી આપણે એને મિક્સ કરીશું ગોળનું સીરપ ઠંડું થયા પછી આ રીતે ઘટ્ટ થઇ જશે સીરપ મિક્સ થઇ જાય પછી આ ખીર ને આપણે બે થી ત્રણ કલાક માટે ફ્રિજમાં ઠંડી થવા માટે મુકીશું અને આપણે એને સર્વિંગ બાઉલમાં લઈને તેના ગાર્નિશીંગ માટે થોડું સમારેલું બદામ-પિસ્તા નાખીશું

5) હવે આ સરસ મજાની ગોળ ની ખીર બનીને તૈયાર છે તમે આને પુરી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો 

Watch This Recipe on Video