ઘરે જ કોઈ ડાઇટ વગર આસાનીથી વજન ઉતારવું હોય તો આ રેસિપી અને ટીપ્સ ટ્રાય કરો । Weight loss with ACV

હેલો ફ્રેન્ડ આજે આપણે વજન ઉતારવા માટે ખૂબ જ ઉપયોગી એવું ડ્રીંક અને એક સલાડ બનાવીશું અને આને બનાવવું ખુબ જ સરળ છે અને આની સાથે જો તમે થોડી જણાવેલી ટિપ્સ નું ધ્યાન રાખો તો તમે ઘરે બેઠા આસાનીથી વજન ઉતારી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 15 મિનિટ (ટોટલ)

બનાવવાનો સમય : 5 મિનિટ (ટોટલ)

ફેટ કટર ડ્રીંક બનાવવા માટે :

1 કપ પાણી (200 એમ.એલ રૂમ ટેમ્પરેચ)

1/8  ચમચી કાળા મરીનો પાવડર

1/8 ચમચી તજનો પાવડર

અડધા લીંબુનો રસ

1 નાની ચમચી મધ

1 મોટી ચમચી એપલ સાઇડર વિનેગર વિથ મધર

વેઇટલોસ ડ્રીંક બનાવવા માટે :

1 ગ્લાસ નવશેકું ગરમ પાણી

2 નાની ચમચી ઍપલ સાઇડર વિનેગર વિથ મધર

વેઇટલોસ સલાડ બનાવવા માટે :

કોબીજ

ગાજર

કેપ્સીકમ

કાકડી

ટામેટા

સલાડ ડ્રેસિંગ બનાવવા માટે :

1 ચમચી ઍપલ સાઇડર વિનેગર વિથ મધર

2 ચમચી એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ

મીઠું સ્વાદ પ્રમાણે

થોડો કાળા કે સફેદ મરીનો પાઉડર

સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા ફેટ કટર ડ્રીંક બનાવવા માટે એક ગ્લાસમાં બધી સામગ્રી ઉમેરી દઈશું પછી પાણી ઉમેરીને સ્ટ્રો થી મિક્સ કરી લો અને સ્ટ્રોની મદદથી એને પીવાના ઉપયોગમાં લેવાનું છે આને તમારે સવારે નરણાં કોઠે પીવાના ઉપયોગમાં લેવાનું છે અને એના એક કલાક પછી તમે ચા કે નાસ્તો કરી શકો છો

2) વેઇટલોસ ડ્રીંક બનાવવા માટે એક વાસણમાં પાણીને નવશેકુ ગરમ કરો હવે ગેસ બંધ કરીને ગરમ કરેલું પાણી એક કાચના ગ્લાસમાં લઈશું આમાં આપણે ઍપલ સાઇડર વિનેગર ઉમેરી ને સ્ટ્રો થી મિક્સ કરી લો અને સ્ટ્રોની મદદથી એને પીવાના ઉપયોગમાં લેવાનું છે આ બનાવેલું ડ્રીંક તમારે બપોરના અને રાતના જમવાની પહેલા પીવાના ઉપયોગમાં લેવાનું છે

3) વેઇટલોસ સલાડ બનાવવા માટે સલાડ ડ્રેસિંગ બનાવવા માટે કાચની કે પ્લાસ્ટિકની બોટલ લઈને એમાં બધી સામગ્રી ઉમેરીને બોટલનું ઢાંકણું બંધ કરી ને એને સરસ રીતે હલાવી દો તો આ રીતે સલાડ ડ્રેસિંગ બનીને તૈયાર થઇ જશે બનાવેલુ સલાડ ડ્રેસિંગ તમે ફ્રીઝ માં બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો

4) સમારેલા શાકભાજીને એક વાટકામાં લઈશું અને જે સલાડ ડ્રેસિંગ બનાવ્યું છે એ આમા ઉમેરી લઈએ અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું પછી સલાડ ને આપણે એક વાટકામાં લઈને એની ઉપર સમારેલી કોથમીર નાખીશું બનાવેલુ સલાડ તમે ડિનરમાં ખાવાના ઉપયોગમાં લઇ શકો છો અને તમારે જો સાથે હળવું ડીનર કરવું હોય અને સાથે સલાડ ખાવાના ઉપયોગમાં લેવું હોય તો પણ લઇ શકાય છે

Watch This Recipe on Video