હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસ મજાનું ટેસ્ટી પંજાબી શાક જે છે “ હરિયાલી પનીર “ આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને જો તમારા ઘરમાં કોઈને પાલક ખાવી પસંદ ના હોય તો જો તમે આ રીતે શાક બનાવશો તો જેને પાલક નથી ભાવતી એને પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગશે સાથે જ આજે હું તમને આ શાક બનાવવા માટે એકદમ સરળ મેથડ બતાવીશ જેથી ફક્ત દશ થી પંદર જ મિનિટમાં આ પંજાબી શાક બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 15 – 20 મિનિટ
સર્વિંગ : 4 વ્યક્તિ
સામગ્રી :
ગ્રેવી બનાવવા માટે :
2 ચમચી તેલ
5 – 6 તીખા લીલા મરચા
5 – 6 કાળા મરી
4 – 5 લવિંગ
2 ઇલાઇચી
એક નાનો તજનો ટુકડો
200 ગ્રામ દુધી
250 ગ્રામ ટામેટા
250 ગ્રામ પાલક
15 – 20 ફુદીનાના પાન
100 ગ્રામ કોથમીર
8 – 10 કાજુ
શાક બનાવવા માટે :
2 ચમચી તેલ
1 ચમચી ઘી કે બટર
મીઠું સ્વાદ પ્રમાણે
1 ચમચી ધાણાજીરૂ
1/2 ચમચી ગરમ મસાલો
2 ચમચી મલાઈ કે ક્રીમ
2 ચમચી દહીં
200 ગ્રામ પનીર
1/2 ચમચી ખાંડ
1/4 ચમચી કસૂરી મેથીનો પાઉડર
1/4 કપ પાણી
રીત :
1) સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં આખા મસાલા અને લીલા મરચાં નાખીને સાંતળી લો તે સંતળાઈ જાય એટલે એમાં દૂધીને છોલીને છીણી ઉમેરો અને હવે એને મીડીયમ ગેસ ઉપર ૨ થી ૩ મિનીટ માટે સાંતળી લો દુધી સરસ રીતે સંતળાઈ જાય એ પછી એમાં ટામેટા ઉમેરો

2) ટામેટા પોચા પડે ત્યાં સુધી અને સાંતળવાનું છે ટામેટા પોચા પડે એટલે આપણે આમાં ધોઈને સમારેલી પાલક ઉમેરીશું પાલકને બ્લાન્ચ કરવાની જરૂર નથી કાચી જ ઉપયોગમાં લેવાની છે હવે પાલકને પણ આપણે ફાસ્ટ ગેસ પર ૨ થી ૩ મિનીટ માટે સાંતળી લઈશું આ રીતે બધું સંતળાઈ જાય એ પછી ગેસ બંધ કરીને આને નીચે ઉતારીને ઠંડું થવા દો

3) મિશ્રણ ઠંડું થઈ જાય એટલે એને મીક્સરમાં લઈને એની સાથે બાકીની સામગ્રી ઉમેરીને પાણી વગર જ આની ગ્રેવી બનાવીને તૈયાર કરો

4) હવે એક કડાઈમાં આપણે ગ્રેવી સાંતળી હતી એ જ કડાઈ અહીંયા ઉપયોગમાં લીધી છે એમાં આપણે તેલ અને ઘી ગરમ થવા માટે મૂકી દો તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં બનાવેલી ગ્રેવી નાખો અને એને તેલ માં સરસ રીતે મિક્સ કરીને ખુલ્લી જ બે મિનિટ માટે ચઢવા દો હવે એમાં હવે એમાં મીઠું , ધાણાજીરું , ગરમ મસાલો , મલાઈ અને દહીં ઉમેરી દઈશું

5) બધું સરસ રીતે મિક્સ કરી લઈએ આ બધું મિક્સ થઈ જાય એ પછી એમાં પાણી ઉમેરો અને ઢાંકણ ઢાંકીને ચડવા દો થોડીવાર પછી એમાં દોઢ સો ગ્રામ જેટલું સમારેલું પનીર ઉમેરી લો અને મિક્સ કરીને એક થી બે મિનીટ ચડવા દઈશું

6) થોડીવાર પછી એમાં ખાંડ , કસૂરી મેથીનો પાઉડર અને થોડું છીણેલું પનીર ઉમેરીને મિક્સ કરી લઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકીને ચડવા દો થોડીવાર પછી શાકમાં તેલ ઉપર આવે અને શાક આવું ઘટ્ટ થઇ જાય એટલે આપણે ગેસ બંધ કરી ને એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું

7) હવે આ સરસ મજાનું હરિયાલી પનીર બનીને તૈયાર છે આને તમે રોટલી , પરોઠા , નાન કે કુલચા ગમે તેની સાથે સર્વ કરી શકો છો
