હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી ડ્રાય ચીલી પનીર આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જેવું ચીલી પનીર રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ એવું જ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 20 મિનીટ
સર્વિંગ : 3 વ્યક્તિ
સામગ્રી :
મેરીનેશન માટે :
300 ગ્રામ પનીર
1.5 ચમચી કોર્ન ફ્લોર
1 ચમચી મેંદો
ચપટી મીઠું
ચપટી કાળા મરીનો પાવડર
ગ્રેવી બનવવા માટે :
બે ચમચી તેલ
ચમચી ટોમેટો કેચપ
એક ચમચી સોયા સોસ
૩ ચમચી રેડ ચીલી સોસ
ઝીણી સમારેલી કોબીજ
ઝીણું સમારેલું કેપ્સીકમ
ઝીણા સમારેલા લીલા મરચા
ચપટી મીઠું
આજીનો મોટો
1 ચમચી સૂકા લાલ મરચાં અને આદુ ની પેસ્ટ
થોડો કાળા મરીનો પાવડર
કોર્નફ્લોર અને મેંદા ની સ્લરી બનાવવા માટે :
1/2 કપ કોર્નફ્લોર
1/4 કપ મેંદો
પાણી જરૂર પ્રમાણે
ચપટી મીઠું
રીત :
1) સૌથી પહેલા પનીરના ચોરસ ટુકડા કરીને તૈયાર કરી લેવા પછી એમાં મેરીનેશન માટેની બધી સામગ્રી મિક્સ કરીને સરસ રીતે મિક્સ કરો પછી એને ઢાંકીને દસ પંદર મિનિટ માટે રહેવા દો

2) સ્લરી બનાવવા માટેની માટે મેંદો અને કોર્નફ્લોર મિક્સ કરો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને એનું ખીરું બનાવીને તૈયાર કરો છેલ્લે આમાં થોડું મીઠું નાખીને મિક્સ કરી લો

3) એક વાટકીમાં કોર્ન ફલોરમાં થોડું પાણી મિક્ષ કરીને પાતળી સ્લરી બનાવી લો

4) એક વાટકીમાં ત્રણે સોસ મિક્સ કરીને તૈયાર કરી લો

5) દસ મિનિટ પછી જે પનીર મેરીનેશન કરીને રાખ્યું હતું એના ઉપર લોટનું સરસ રીતે કોટિંગ થઈ ગયું હશે તો હવે એને મેંદા અને કોર્ન ફ્લોરની સ્લરી માં નાખીને સરસ રીતે કોટિંગ કરો

6) હવે ગરમ તેલમાં આને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો આ રીતે બધું પનીર તળીને તૈયાર કરી લો

7) હવે ગ્રેવી બનાવવા માટે ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે શાકભાજીને ફાસ્ટ ગેસ ઉપર થોડું સાંતળી લો પછી એમાં ચપટી મીઠું , આજીનો મોટો , લાલ મરચાની પેસ્ટ , ત્રણે સોસ , અને મરી પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરી લો

8) આ બધું મિક્સ થઈ જાય એ પછી એમાં જરૂર પ્રમાણે કોર્નફ્લોર સ્લરી ની ઉમેરીને મિક્સ કરો પછી જે પનીર તળીને રાખ્યું હતું એ આમાં ઉમેરીશું અને એને ફાસ્ટ ગેસ ઉપર એક મિનીટ માટે સાંતળી લો.હવે અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું

9) હવે આ સરસ મજાનું ડ્રાય ચીલી પનીર બનીને તૈયાર છે આને ગરમા ગરમ સર્વ કરવું
