ના માવો – મિલ્ક પાવડર કે કન્ડેસ્ડમિલ્ક ઘરની જ સામગ્રીથી બનાવો મિઠાઇની દુકાન જેવી રબડી | Rabdi

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મીઠાઈની દુકાને મળે એવી લચ્છેદાર રબડી , રબડી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને એને એકદમ લચ્છેદાર અને ક્રીમી બનાવવા માટે કેટલીક ટિપ્સનું તમારે ધ્યાન રાખવાનું છે જે હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો રબડી કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

1 લીટર દૂધ

4 ચમચી ખાંડ

થોડું કેસર

થોડો ઈલાયચી પાવડર

સમારેલી બદામ

સમારેલા પિસ્તા

રીત :

1) સૌથી પહેલા કોઈ જાડા તળિયાવાળી કે નોન સ્ટિક કડાઈમાં દૂધ ગરમ થવા માટે મૂકો દૂધમાં ઉભરો આવે અને એની ઉપર જે મલાઈ બને એને કડાઈ ની કિનારી ઉપર ચોટાડતા જાવ આ રીતે જેટલી પણ મલાઈ બને એને કિનારી ઉપર આ રીતે લગાવતા જવું જેથી રબડી માં એકદમ સરસ લચ્છા બનીને તૈયાર થશે હવે એક વાડકીમાં ત્રણ ચાર ચમચી જેટલુ ગરમ દૂધ લઈ લો અને એમાં 10 થી 15 તાંતણા કેસર નાખીને એને સાઈડમાં મુકી દો

2) પાંચ મિનિટ પછી પલાળેલું કેસર દૂધમાં ઉમેરી દો અને મિક્સ કરો આની સાથે જ આપણે ખાંડ પણ ઉમેરી દઈશું અને દૂધને મીડીયમ થી હાઈ ફ્લેમ પર ઉકળવા દો

3) થોડીવાર પછી આમાં ઈલાયચીનો પાવડર અને સમારેલા બદામ પિસ્તા નાખો દુધ સરસ રીતે ગરમ થાય અને આનો કલર બદલાય એટલે આપણે ગેસ બંધ કરીને આ નીચે ઉતારીને ઠંડું થવા દઈશું

4) આ ઠંડું થયા પછી આ રીતે ઘટ્ટ થઇ જશે રબડી તમને પસંદ હોય એવી થોડી જાડી કે પાતળી તમે રાખી શકો છો અહીં રબડી ના સર્વિંગ માટે મેં આ રીતની કુલડી ઉપયોગમાં લીધી છે તો આપણે બનાવેલી રબડી આમાં ભરી દઈશું અને એ પછી એના માટે ઉપરથી થોડી સમારેલી બદામ – પિસ્તા અને કેસર મૂકીશું

5) હવે આ સરસ મજાની ટેસ્ટી રબડી બનીને તૈયાર છે આને તમે ફ્રીઝમાં ત્રણ થી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો 

Watch This Recipe on Video