મોલ્ડનો ઉપયોગ કર્યા વગર ઘરની જ સામગ્રીથી રાજસ્થાની માવા ઘેવર બનાવાની રીત | Ghevar | Malai Ghevar

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘેવર, ઘેવર ટ્રેડિશનલ રાજસ્થાની મીઠાઈ છે અને ઘેવર બે રીતે સર્વ થતાં હોય છે એક એના પર ખાંડની ચાસણી અને ડ્રાયફ્રૂટ નાખીને અને બીજા જે ઘેવર હોય છે એના ઉપર ચાસણી , રબડી અને ડ્રાયફ્રૂટ નાખીને સર્વ થતા હોય છે જેને માવા ઘેવર , મલાઇ ઘેવર કે રબડી ઘેવર પણ કહેતા હોય છે જનરલી ઘેવર બનાવવા માટે એનું સ્પેશિયલ મોલ્ડ આવતું હોય છે એનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પણ આજે આપણે ઘરમાં જ રહેલા વાસણનો ઉપયોગ કરીને ઘેવર કેવી રીતે બનાવવું એ જોઈશું અને જે આપણે મીઠાઈ વાળા ની દુકાનેથી લાગીએ છીએ તેવા જ બનીને તૈયાર થાય છે તો ચાલો ઘેવર કેવી રીતે બનાવવા જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 2 ઘેવર

સામગ્રી :

1/4 કપ ઘી

5 – 6 બરફના ટુકડા

250ml પાણી

1/2 કપ મેંદો 

1 ચમચી બેસન

અડધા લીંબુનો રસ

ચાસણી બનાવવા માટે :

1 કપ ખાંડ

1/2 કપ પાણી

થોડો લીંબુનો રસ

થોડો ઈલાયચી પાવડર

થોડું કેસર

માવા ઘેવર બનાવવા માટે :

બનાવેલું ઘેવર

બનાવેલી ચાસણી

જાડી રબડી

સમારેલી બદામ

પિસ્તા

થોડું કેસર

રીત :

1) સૌથી પહેલા મિક્સર જારમાં મેંદો અને બરફના ટુકડા નાખીને તેને સરસ રીતે મિક્સ કરી લો પછી તેમાં દૂધ ઉમેરો અને એને મિક્સ કરો.

2) હવે જે મેંદો લીધો છે એમાંથી અડધો મેંદો અને થોડું ઠંડુ પાણી ઉમેરીને એને મિક્સ કરો આ મિક્સ થઈ જાય એટલે બાકીનો મેંદો , બેસન અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને પાતળું ખીરું બનાવીને તૈયાર કરો

3) ખીરાને ઠંડું રાખવાનું હોય છે એટલે એક વાસણમાં બરફના ટૂકડા નાંખો અને એમાં ખીરાની તપેલી મૂકો તમારે આ ખીરાને ફ્રીઝમાં મૂકવું હોય તો પણ મૂકી શકાય છેલ્લે આમાં થોડો લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો આ ઘેવરનું ખીરું બનીને તૈયાર છે

4) હવે ઘેવર બનાવવા માટે જણાવ્યા પ્રમાણે ઘેવર ના સ્પેશિયલ મોલ્ડ હોય છે પણ આજે તેનો ઉપયોગ કર્યા વગર ઘરમાં જે વાસણ હોય એનો ઉપયોગ કરીશું આના માટે તમે કોઈપણ ઉંડુ વાસણ તમારી પાસે હોય એ તમે ઉપયોગમાં લઈ શકો છો એ સ્ટીલનું , એલ્યુમિનિયમનું કે હાર્ડઅનોડાઈઝડ કોઈ પણ ચાલે પણ ઊંડું અને જાડા તળિયાવાળા હોવું જોઈએ એના બદલે જે એલ્યુમિનિયમ નું બહાર ના ઢાંકણાનું કુકર આવે છે એ ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય અને ઘેવર નું ખીરું નાખવા માટે તમે આ રીત ની દાળ વાટકી , ચમચી , નાની વાટકી કે પ્લાસ્ટિકની બોટલ પણ ઉપયોગમાં લઇ શકો છો જો પ્લાસ્ટિકની બોટલ ઉપયોગમાં લેવી હોય તેના ઢાંકણાની ઉપર એક કે બે કાણાં કરી દેવા હવે ખીરું બનાવ્યું છે એમાંથી થોડું ખીરું વાટકી માં છે અને થોડું પ્લાસ્ટિકની બોટલમાં ભર્યું છે

5) આને તળવા માટે આપણે ઘી ગરમ થવા માટે મૂકીશું તમારે આને તેલમાં તળવા હોય તો પણ તળી શકો છો ઘી એકદમ સરસ ગરમ થાય એટલે બનાવેલું ખીરુ આ રીતે ચમચીની મદદથી થોડું ઊંચાઈથી આપણે વચ્ચે નાખીશું એકવાર જે ખીરું નાખો એની દસથી બાર સેકન્ડ પછી બીજું ખીરુ ઉમેરવું અને આ રીતે 30 થી 35 વારા આ પ્રોસેસ કરવાની તો એનાથી મીડીયમ થીક ઘેવર બનીને તૈયાર થશે થોડીવાર પછી વેલણની મદદથી વચ્ચે આજે થોડી જગ્યા કરી દેવાની છે અને ખીરું નાખતા જવાનું છે

6) થોડા સમય પછી ઘીમાં બબલ્સ ઓછા થાય અને ઘેવર નો કલર બદલાયેલો દેખાય એટલે આપણે તેને વેલણની મદદથી બહાર કાઢી લઈશું અને આ રીતે થાળીમાં નાની ડીશ મૂકીને ઘેવર એના ઉપર મૂકો જેથી વધારાનું ઘી નીકળી જશે આ જ રીતે બીજું ઘેવર બનાવીને તૈયાર કરવાનું અત્યારે જે રીતે ચમચી ખીરું નાખ્યું એ જ રીતે તમારે પ્લાસ્ટિકની બોટલ માંથી થોડું થોડું ખીરું નાખીને આ જ રીતે ઘેવર બનાવીને તૈયાર કરવાના છે

7) ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને પાણી લઈને એને ગરમ થવા માટે મૂકો આમ આપણે એક તારની ચાસણી બનાવવાની છે આ રીતે તાર બને એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને એમાં લીંબુનો રસ , ઇલાયચી પાઉડર અને કેસર નાખીને મિક્સ કરી લો

8) હવે ઘેવર નાં સર્વિંગ માટે બધી વસ્તુઓ તૈયાર કરી દેવી ઘેવર જ્યારે તમે સર્વ કરો ત્યારે ઠંડા હોવા જોઈએ અને જે ચાસણી ઉપયોગમાં લઈએ એ નવશેકી ગરમ હોવી જોઈએ આ રીતે થાળીમાં નાની ડીશ મૂકીને બનાવેલું ઘેવર મુકીશું એના ઉપર આપણે ચાસણી નાખીએ તો લગભગ ચાર થી પાંચ ચમચી જેટલી ચાસણી કે તમારા સ્વાદ પ્રમાણે કે તમે ઘેવર ની જે સાઇઝ રાખી હોય એ પ્રમાણે ચાસણી તમારે ઉપયોગમાં લેવાની ચાસણી નાખી દઇએ એ પછી આના ઉપર સમારેલી બદામ પિસ્તા નાખીશું તો આ રીતે પણ ઘેવર તમે સર્વ કરી શકો છો

9) માવા ઘેવર બનાવવા માટે તે જ રીતે ઘેવર ની ઉપર ચાસણી નાખો પછી જાડી રબડી અને એના ઉપર સમારેલી બદામ પિસ્તા અને થોડું કેસર નાખીશું તો આ રીતે માવા ઘેવર કે મલાઇ ઘેવર બનીને તૈયાર થશે જે સાદા ઘેવર આપણે બનાવ્યા એ ઘેવર તમે ડબ્બામાં ભરીને એક મહિના સુધી ચાસણી વાળા ઘેવર એક અઠવાડિયા સુધી અને માવા ઘેવર ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો

10) હવે આ સરસ મજાના ટ્રેડિશનલ રાજસ્થાની ઘેવર બનીને તૈયાર છે આ ખુબ જ સરસ બને છે તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો

Watch This Recipe on Video