આ રીતે બટાકાનું શાક બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવશો।Dum Aloo|Punjabi Subji in Gujarati | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું “ તંદુરી દમ આલુ “ આ દમ આલુ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે તો જો તમે એક જ પ્રકારનું દમ આલુ ખાઈને કંટાળી ગયા છો તો આ રેસિપી જરૂર ટ્રાય કરી શકો છો આને તમે રોટલી , પરોઠા , નાન કે જીરા રાઈસ ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

મેરીનેસનમાટેની સામગ્રી :

500 ગ્રામ બાફેલા બટાકા

1 ચમચી ચણાનો લોટ

ચપટી હળદર

ચપટી મીઠું

થોડું ધાણા-જીરુ

થોડું લાલ મરચું

ચપટી ગરમ મસાલો

2 થી 3 ચમચી દહીં

સામગ્રી :

250 ગ્રામ ટામેટા

1 ચમચી લાલ મરચુ

1 ચમચી ધાણાજીરૂ

1/2 ચમચી હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

1/2 ચમચી પંજાબી ગરમ મસાલો

1/2 ચમચી ખાંડ

સમારેલી કોથમીર

થોડી કસૂરી મેથી

5 – 6 ચમચી તેલ (ટોટલ)

1 ચમચી જીરૂ

સમારેલા લીલા મરચા

રીત :

1) સૌથી પહેલા ટામેટાને ધોઈને એની પાછળની બાજુ ચાર કે બે કટ કરી દો અને પછી એની સાથે થોડું પાણી નાખીને એને માઈક્રોવેવમાં કે ગેસ ઉપર ઉકળતા પાણીમાં પાંચ મિનિટ માટે બાફી લો ટામેટા બફાઈ જાય પછી તેને ઠંડા થવા દેવા અને પછી એની છાલ ઉતારીને એની પ્યુરી બનાવીને તૈયાર કરો પ્યુરી ને આપણે ગાળીને તૈયાર કરી લઈશું

2) એક પેનમાં ચણાનો લોટ લઈ ધીમા ગેસ શેકી લો હવે નાના બટાકાને બાફીને છોલી ને તૈયાર કરો પછી કાંટાની મદદથી એના ઉપર કાણા કરી દો એક વાટકામાં ચણાના લોટની સાથે બાકીના મસાલા ઉમેરો અને જરૂર પ્રમાણે દહીં ઉમેરીને તેની પેસ્ટ બનાવીને તૈયાર કરો હવે જે બટાકા બાફીને રાખ્યા છે એ આમાં ઉમેરી દો અને પેસ્ટ નું સરસ રીતે આના ઉપર કોટિંગ કરી દો અને આને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે રહેવા દો

3) હવે ફ્રાઇંગ પેનમાં ૨ થી ૩ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે મેરીનેશન કરેલા બટાકા આમાં ઉમેરો અને મીડીયમ ગેસ પર તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળી લો

4) કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સમારેલા લીલા મરચાં ઉમેરો અને જે ટામેટાની પ્યુરી બનાવી છે એ આમાં ઉમેરી દઈશું અને સાથે જ મરચું , મીઠું , હળદર અને ધાણા જીરું ઉમેરો અને બધું સરસ રીતે મિક્સ કરીને એક બે મિનિટ ચડવા દો

5) ગ્રેવીમાં થોડું તેલ ઉપર આવે એટલે એમાં કસૂરી મેથી , ગરમ મસાલો , કોથમીર અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો હવે જે બટાકા સાંતળીને રાખ્યા હતા એ ઉમેરીને દઈશું જે વાટકામાં બટાકા મેરીનેટ કર્યા હતા એમાં થોડું પાણી ઉમેરીને એ પાણી આપણે ગ્રેવીમાં ઉમેરીને ઉકળવા દો

6) પાણી ઉકળવાનું શરુ થાય એટલે સાંતળેલા બટાકા આમાં ઉમેરો અને ઢાંકીને બે થી ત્રણ મિનિટ ચડવા દો થોડીવાર પછી તમે જોશો તો શાકમાં ધીરે ધીરે તેલ ઉપર આવવા લાગશે હવે શાકને ખુલ્લું જ એકાદ મિનીટ ચડવા દઈશું શાકમાં આ રીતે તેલ સરસ ઉપર આવી જાય અને ની ગ્રેવી પણ થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને એના ઉપર થોડી સમારેલી કોથમીર નાખીશું

7) હવે આ સરસ મજાનું ટેસ્ટી અને મસાલેદાર તંદુરી દમ આલુ બનીને તૈયાર છે

Watch This Recipe on Video