નવી રીતે બનાવો હેલ્ધી અને ટેસ્ટી સેન્ડવીચ । Sandwich | Oats Sandwich | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સેન્ડવીચ માં એક નવી વેરાઈટી જનરલી આપણે આલુ મટર , ચીઝ જામ , મેયો કે વેજીટેબલ સેન્ડવીચ તો બનાવતાં હોઈએ છીએ પણ આજે આપણે સેન્ડવિચને વધુ હેલ્ધી બનાવીશું જેમાં આપણે ઓટ્સ સેન્ડવીચ બનાવવાના છીએ તો જો તમે વજન ઉતારતા માંગતા હોય અને એ સમયે પણ જો તમારે કોઈ ટેસ્ટી વસ્તુ ખાવી હોય તો આ તમે બનાવીને ખાઈ શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 5 મિનિટ

સર્વિંગ : 6 સેન્ડવીચ

સામગ્રી :

3/4 કપ ઇન્સ્ટન્ટ રેગ્યુલર ઓટ્સ

3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા

3 ચમચી ઓલિવ ઓઈલ

2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચા

1 વાટકી ત્રણ કલર ના ઝીણા સમારેલા કેપ્સીકમ

સમારેલી કોથમીર

1/2 ચમચી ગરમ મસાલો

1/4 ચમચી કાળા મરીનો પાઉડર

1/4 ચમચી ચાટ મસાલો

1/2 ચમચી લાલ મરચું

સ્વાદ પ્રમાણે મીઠું

પાણી જરૂર પ્રમાણે

બટર જરૂર પ્રમાણે

ચીઝ સ્લાઈસ(ઓપ્સનલ)

રીત :

1) સૌથી પહેલા ઓટ્સ ને પાણી ઉમેરીને 5 મિનિટ માટે પલાળીને રાખો પછી એને ચારણીમાં કાઢી ને રહેવા દો

2) એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મરચાં સાંતળો પછી તેમાં કેપ્સિકમ ઉમેરીને સાંતળી લો.

3) હવે તેમાં પલાળેલા ઓટ્સ અને બાફેલા બટાકા ઉમેરી દો આની સાથે જ બધા મસાલા કરીને આને સરસ રીતે મિક્સ કરો પછી આમાં સમારેલી કોથમીર અને છીણેલું પનીર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દો તો હવે આ સ્ટફિંગ બનીને તૈયાર છે

4) બ્રેડની ઉપર બટર લગાવીને તૈયાર કરો અહીંયા મે ઘઉની બ્રેડ ઉપયોગમાં લીધી છે તમારે મેંદાની બ્રેડ લેવી હોય તો પણ લઈ શકો છો હવે એના ઉપર બનાવેલુ સ્ટફિંગ લગાવો પછી એના ઉપર બીજી બ્રેડ મૂકો બ્રેડ ઉપર બટર લગાવી ફરીથી સ્ટફિંગ મૂકો અને એક ચીઝ સ્લાઈસ મૂકી દઈશું બ્રેડ આના ઉપર મૂકીને ઉપર ફરીથી બટર લગાવો

5) હવે જો તમારે ચીઝ વગર સેન્ડવીચ બનાવી છે તો બ્રેડની ઉપર બટર લગાવી સ્ટફિંગ લગાવી દો અને બીજી બ્રેડ મૂકી ને એના ઉપર બટર લગાવી દો

6) હવે સેન્ડવીચ મેકર ગરમ કરવા માટે મૂકો એમાં સેન્ડવીચ મૂકીને એને પાંચ મિનિટ માટે ગ્રીલ કરી લો સેન્ડવીચ ગ્રીલ થઈ જાય એટલે આપણે એને કટ કરીને સર્વ કરીશું

7) હવે આ સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી ઓટ્સ સેન્ડવિચ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video