ઘરમાં રહેલી સામગ્રીથી બનાવો ફ્લેવરવાળા દૂધપૌંવા | Cassata – Rajbhog & Kesar Elaichi Dudh Pauva

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે માર્કેટમાં તૈયાર જે ફ્લેવરવાળા પૌવા મળે છે જે ખાસ કરીને આપણે શરદપુનમ ઉપર દૂધ પૌવા બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ એને ઘરે કેવી રીતે બનાવવા એ શીખવાડવાની છુ આમાં હું તમને કસાટા , રાજભોગ અને કેસર ઈલાયચી ફ્લેવરના પૌવા કેવી રીતે બનાવવા એ શીખવાડવાની છો માર્કેટમાં આ રીતના પૌવા ખૂબ જ મોંઘા મળતા હોય છે જ્યારે આપણે ઘરે આવી રીતના ફ્લેવરવાળા પૌવા ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા ખર્ચમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ સાથે જ આપણે આને ફ્રિજમાં સ્ટોર પણ કરી શકીએ છીએ જેથી જ્યારે પણ આ રીતના ફ્લેવરવાળા દૂધ પૌવા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ફક્ત દસ જ મિનિટમાં આ રીતના દૂધ પૌવા બનાવીને ખાઈ શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 5 મિનિટ

સામગ્રી :

કસાટા પૌવા બનાવવા માટે :

100 ગ્રામ નાયલોન પૌવા

2 ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર પાવડર

1 ચમચી મિલ્ક પાઉડર

1 ચમચી ટુટી ફ્રૂટી

થોડો પીળો સ્પ્રે કલર

થોડો લાલ કલર

થોડો લીલો કલર

રાજભોગ પૌવા બનાવવા માટે :

100 ગ્રામ પૌઆ

2 ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર પાવડર

2 ચમચી મિલ્ક પાઉડર

થોડો ઈલાયચી જાયફળ નો પાવડર

10 થી 15 કેસરના તાંતણા

1 ચમચી ટુટી ફ્રૂટી

1 ચમચી કાજુ દ્રાક્ષ

થોડો પીળો સ્પ્રે કલર

કેસર ઈલાયચી પૌવા બનાવવા માટે :    

100 ગ્રામ નાયલોન પૌવા

2 ચમચી મિલ્ક પાઉડર

1 ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર પાવડર

15 થી 20 કેસરના તાંતણા

થોડું ઈલાયચી જાયફળ પાઉડર

થોડો લાલ કલર

થોડો પીળો સ્પ્રે કલર

દૂધ પૌવા બનાવવા માટે :

250 એમએલ ફૂલ ફેટ નું દૂધ

3 ચમચી ખાંડ

1 વાટકી ફ્લેવર વાળા પૌવા

રીત :

1) સૌથી પહેલાં ફ્લેવર વાળા પૌવા બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી દેવી ત્યારબાદ જે પૌવા આપણે લીધા છે એને ઘઉં ચાળવાના ચાળણા થી ચાળી ને સાફ કરી લેવા અને પછી પૌંઆને ત્રણ જુદા-જુદા વાટકામાં લઈ લેવા

2) 2 વાટકી માં સાદુ પાણી લઇ એક વાટકીમાં લાલ કલર અને એક વાટકીમાં લીલો કલર ઉમેરીને મિક્સ કરી દો અહીંયા તમારે પાવડર કલર , લીક્વીડ કલર કે જેલ કલર જે ઉપયોગમાં લેવો હોય તે લઈ શકાય અત્યારે હું એક કલરની સ્પ્રે બોટલ માં ભરી દઉં છું અને એક કલરને વાટકીમાં રહેવા દઉ છુ

3) હવે કસાટા પૌવા બનાવવા માટે તમે વાટકામાં બધી સામગ્રી અને કલર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દો આ રીતે મિક્ષ થઈ જાય એ પછી એને મોટી થાળીમાં લઈને થોડી વાર માટે કોરા થવા દઈશું

4) રાજભોગ પૌવા બનાવવા માટે એક વાટકામાં જેટલી પણ સામગ્રી છે એ એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો

5) કેસર ઈલાયચી ફ્લેવરના પૌવા બનાવવા માટે એક વાટકામાં લઈ લો પછી એમાં બધી સામગ્રી અને કલર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો અને પૌંઆને એક થાળીમાં લઈને દસ થી પંદર મિનિટ માટે રહેવા દો તો આ રીતે ત્રણ ફ્લેવરના પૌંઆ બનીને તૈયાર છે

6) આમાંથી દૂધ પૌવા બનાવવા માટે તપેલીમાં દૂધ ગરમ કરવા માટે મૂકો અને એમાં ખાંડ ઉમેરી દો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો

7) દૂધ નવશેકુ ગરમ હોય ત્યારે જે પણ ફ્લેવરના પૌંઆ તમારે બનાવવા છે એમાં ઉમેરી દેવાના અને સરસ રીતે મિક્સ કરીને રૂમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રિજમાં બેથી ત્રણ કલાક માટે ઠંડા થવા દો

8) તમે જોઈ શકો છો ત્રણ કલાક પછી એકદમ સરસ ફ્લેવર વાળા દૂધ પૌંઆ બનીને તૈયાર છે

Watch This Recipe on Video