ફક્ત 10 મિનિટમાં ખાંડ કે માવાનો ઉપયોગ કર્યા વગર બનાવો ટેસ્ટી મીઠાઈ | Sugar-Free Ladoo | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે જોઈશું કે તાજા ટોપરાના લાડુ કેવી રીતે બનાવવા માટે  આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ઓછી મહેનત થી બની જાય છે અને આ એટલા ટેસ્ટી છે કે ઘરમાં નાના મોટા દરેકને ખુબ જ પસંદ આવશે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ 

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 10 લાડુ 

સામગ્રી :

2 કપ તાજું ટોપરાનું છીણ

1/2 કપ ગોળ

3 ચમચી ઘી

3/4 મિલ્ક પાવડર

પીળો કલર

ઇલાઇચી પાવડર

સમારેલું ડ્રાય ફ્રુટ

રીત :

1) સૌથી પહેલા જે ટોપરું લીધું છે એને છોલીને ઝીણા ટુકડામાં સમારી લો પછી પાણી વગર મિક્ષરમાં વાટી લો ટોપરા ને વાટકીમાં ભરી માપી લેવું

2) પછી એ જ વાટકીથી માપીને ગોળ લેવો, ગોળ પોચો લેવો.

3) હવે એક કડાઈમાં ઘી ગરમ થવા મુકો ઘી ગરમ થાય પછી એમાં ગોળ નાખો અને મીડીયમ ગેસ પર ગરમ કરો ગોળ પૂરે પૂરો ઓગળી જાય પછી ગેસ ધીમો કરી દો

4) એમાં છીણેલું ટોપરું નાખો અને મિક્ષ કરો એ થોડું મિક્ષ થાય પછી એમાં બાકીની વસ્તુ ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો

5) છેલ્લે આમાં ડ્રાય ફ્રુટ નાખી મિક્ષ કરો હવે આને ઠંડુ થવા દો પછી આમાં થી આ રીતે લાડુ વાળો આ લાડુ એકદમ સરસ પોચા અને ટેસ્ટી બને છે

6) હવે આ સરસ મજાના ટેસ્ટી તાજા ટોપરા ના લાડુ બનીને તૈયાર છે આને બહાર બે દિવસ સુધી અને ફ્રીજમાં રાખો તો 1 અઠવાડિયા સુધી સારા રહે છે 

Watch This Recipe on Video