ઘઉંના લોટમાંથી ઘુઘરા બનાવાની 2 સરળ રીત | Ghughra | Gujiya | Ghughra Banavani Rit | Shreejifood

હેલો ફ્રેન્ડ આપણે આજે આપણે ઘરે ઘુઘરા કેવી રીતે બનાવવા એ જોઈશું જનરલી આપણે દિવાળી ઉપર ઘુઘરા બનાવતા હોઈએ છીએ અને ઘૂઘરા એકલા સોજી થી,  માવા થી અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનતા હોય છે સાથે જ તેનું બહારનું પડ બનાવવા માટે મેંદા નો ઉપયોગ થતો હોય છે પણ આપણે મેદાના બદલે ઘઉંના લોટ નો ઉપયોગ કરીને બનાવીશું જે વધારે હેલ્ધી બને છે.સાથે જ આને બનાવીને આઠ-દસ દિવસ સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 15 – 17 ઘુઘરા

સામગ્રી :

4 ચમચી ઘી

1/2 કપ સોજી

2 – 3 ચમચી સૂકી દ્રાક્ષ

3/4 કપ સમારેલા ડ્રાય ફ્રુટ

1/2 કપ બુરુ ખાંડ

થોડો ઈલાયચી જાયફળ પાઉડર

લોટ બાંધવા માટે :

1.5 કપ ઘઉંનો લોટ

2 ચમચી તેલ

1 ચમચી ઘી

પાણી જરૂર પ્રમાણે

ઘી કે તેલ માટે

રીત :

1) સૌથી પહેલા એક ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે સૂકી દ્રાક્ષ એમાં ઉમેરો અને તેને સાંતળી લો પછી એમાં સોજી ઉમેરો અને એને ધીમા ગેસ પર સરસ બદામી કલર નો અને સુગંધીદાર થાય ત્યાં સુધી શેકી લો

2) સોજી શેકાઈ જાય એટલે તેમાં સમારેલું ડ્રાયફ્રુટ ઉમેરો અને થોડો ઈલાયચી જાયફળનો પાઉડર ઉમેરીને મિક્સ કરી લઈશું હવે ગેસ બંધ કરીને એને ઠંડુ થવા દો

3) મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં લોટ બાંધીને તૈયાર કરી લેવો અહીં લોટ બાંધવા માટે ઘઉંના લોટમાં તેલ અને ઘી ઉમેરીને મિક્સ કરો પછી  એમાં પાણી ઉમેરતા જઈ ને પૂરી જેવો લોટ બાંધી ને તૈયાર કરી લો લોટને સરસ રીતે મસળી લેવો પછી એને ઢાંકીને થોડીવાર રહેવા દો

4) જે ઘુઘરા નું પૂરણ આપણે બનાવ્યું છે તે ઠંડું થઈ જાય એટલે તેમાં બૂરું ખાંડ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો બૂરું ખાંડ તમારી પસંદ પ્રમાણે તમે ઓછી વત્તી કરી શકો છો

5) હવે જે લોટ બાંધ્યો છે એમાંથી નાનો લુઓ બનાવો અને પછી એમાંથી મીડીયમ થીક પુરી વણીને તૈયાર કરો

6) પુરીની એક બાજુ આ રીતે પૂરણ મૂકો તેની કિનારી પર પાણી લગાવી દો અને પુરી નો બીજો ભાગ આ રીતે ચોંટાડી દો એ સરસ રીતે ચોંટી જાય પછી ઘૂઘરાને હાથમાં લઇ આ રીતે કાંગરી વાળતા જાવ આ રીતે કાંગરી વળ્યા પછી જે વધારાનો લોટ વધે એને પાછળ દબાવી દેવો

7) હવે તો જો હાથથી કાંગરી વાળતા ના ફાવતું હોય તો મોલ્ડ થી પણ ઘુઘરા બનાવી શકો છો એના માટે પૂરી વણી લેવાની પછી આ રીતનું ઘુઘરા બનાવવાનું મોલ્ડ લઈને પુરી મોલ્ડ માં મૂકી દેવી પછી આ રીતે મોલ્ડ હાથમાં પકડો અને પછી વચ્ચે સ્ટફિંગ ભરી દેવું કિનારી ઉપર સ્ટફિંગ ના આવે એનું ખાસ ધ્યાન રાખવું પછી મોલ્ડ ને ભાર દઈને દબાવી દો અને વધારાનો લોટ નીકાળી લો પછી ઘૂઘરાને મોલ્ડમાંથી સાચવીને બહાર કાઢી લઈશું

8) આ રીતે મોલ્ડનો ઉપયોગ કરીને મોલ્ડનો ઉપયોગ કર્યા વગર ઘૂઘરા બનાવી શકો છો

9) આને તળવા માટે તેલ કે ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે એમાં બનાવેલા ઘૂઘરા ઉમેરો અને મીડીયમ ગેસ ઉપર સરસ બદામી કલર ના થાય ત્યાં સુધી તળવાના છે આ રીતે ઘૂઘરા તળાઈ જાય એટલે આપણે એને બહાર લઈ લઈશું હવે આ સરસ મજાના ટેસ્ટી ઘૂઘરા બનીને તૈયાર છે આ એકદમ ઠંડા થઈ જાય એ પછી તમે ડબ્બામાં ભરીને આઠ થી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video