1 થેલી દૂધમાંથી બનાવો 2 ફેમિલી પેક જેટલો આઇસ્ર્કિમ | Ice cream | Homemade Ice cream | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બજાર જેવો આઈસ્ક્રીમ ઘરે કેવી રીતે બનાવવો તે જોઈશું આપણે એક જ આઈસ્ક્રીમ બેઝ માંથી બનાવીને તૈયાર કરીશું જેમાં આપણે અલગ અલગ 6 ફ્લેવર બનાવવાના છીએ જેમાં વેનીલા , ઓરીયો , ટુટી ફ્રૂટી , ચોકલેટ ચીપ્સ , કુકી ક્રીમ અને બટરસ્કોચ  , આ રીતે તમે ઘરે આઈસ્ક્રીમ ઓછા ખર્ચમાં ઓછી મહેનતમાં અને એકદમ સરસ ચોખ્ખી રીતે બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 30 મિનિટ

સર્વિંગ : 2 ફેમીલી પેક જેટલો આઈસ્ક્રીમ

સામગ્રી :

આઈસ્ક્રીમ બેઝ બનાવવા માટે :

500 એમએલ ફૂલ ફેટ નું દૂધ

1 ચમચી કોર્ન ફ્લોર

1 ચમચી જીએમએસ પાઉડર

2 ચપટી સીએમસી પાવડર

1/2 કપ ખાંડ

1.5 કપ વ્હીપ ક્રીમ

વેનીલા આઈસ્ક્રીમ બનાવવા માટે :

2 – 3 ચમચા બનાવેલુ આઈસ્ક્રીમનું મિશ્રણ

વેનિલા એસેન્સ

ઓરીયો આઇસ્ક્રીમ બનાવવા માટે :

2 – 3 ચમચા બનાવેલુ આઈસ્ક્રીમનું મિશ્રણ

વેનિલા એસેન્સ

૩ રેગ્યુલર ફ્લેવર ના ઓરીયો

કુકી ક્રીમ આઈસ્ક્રીમ બનાવવા માટે :

2 – 3 ચમચા બનાવેલુ આઈસ્ક્રીમનું મિશ્રણ

ચોકલેટ એસેન્સ

2 રેગ્યુલર ફ્લેવરના ઓરીયો બિસ્કીટ

1 ચોકલેટ મફીન્સ

ટુટી ફ્રૂટી આઇસક્રીમ બનાવવા માટે :

2 – 3 ચમચા બનાવેલુ આઈસ્ક્રીમનું મિશ્રણ

મિક્સ કલર ની ટુટીફુટી

થોડો પીળો કલર

થોડું મિક્સ ફ્રુટ એસન્સ

ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ બનાવવા માટે :

2 – 3 ચમચા બનાવેલુ આઈસ્ક્રીમનું મિશ્રણ

ચોકલેટ એસેન્સ

ચોકલેટ ચિપ્સ

બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટે :

બટરસ્કોચ ક્રંચ બનાવવા માટે :

50 – 60 ગ્રામ જેટલી ખાંડ

1 ચમચી બટર કે ઘી

4 – 5 ચમચી જેટલા ઝીણા સમારેલા કાજુ

1 – 2 ચમચી જેટલા અધકચરા વાટેલા બટરસ્કોચ ક્રંચ

થોડો પીળો કલર

બટરસ્કોચ એસેન્સ

રીત :

1) સૌથી પહેલા જે દૂધ આપણે લીધું છે એને ગાળીને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેવું હવે એક વાટકામાં કોર્ન ફ્લોર , જીએમએસ અને સીએમસી પાવડર મિક્સ કરી દો તમે જો આ આઈસ્ક્રીમ ઉપવાસ માટે બનાવતા હોય તો કોર્ન ફ્લોર ના બદલે મિલ્ક પાવડર ઉપયોગમાં લઈ શકો છો હવે આમાં 100 – 150 મિલી જેટલું દૂધ ઉમેરી આને સારી રીતે મિક્સ કરી લો આમાં ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવું આ રીતે મિક્સ થઈ જાય એ પછી એને સાઈડ માં મૂકી દઈશું

2) બાકી નું જે દૂધ છે એમાં ખાંડ ઉમેરી લઈએ હવે આ દૂધને મીડીયમ ગેસ ઉપર ઉકળવા દઈશું ખાંડ ઓગળી જાય એટલે દૂધમાં જે પાઉડર ઓગાળીને રાખ્યો છે એમાં હલાવીને ઉમેરી દઇશું અને હવે આને મીડીયમ ગેસ ઉપર સતત હલાવતા રહીને આઠ થી દસ મિનિટ માટે ઉકાળી લઈશું હવે ગેસ બંધ કરીને આ મિશ્રણને નીચે ઉતારીને ઠંડુ થવા દો આ ઠંડુ થઈ જાય ત્યારે એને એરટાઈટ ડબ્બા માં ભરીને ફ્રીઝરમાં આઠ થી દસ કલાક માટે કે આખી રાત માટે સેટ થવા દો

3) બટરસ્કોચ ક્રંચ બનાવવા માટે ફ્રાય પેનમાં ખાંડ ઉમેરીને એને મીડીયમ ઉપર ગરમ થવા દો અત્યારે ખાંડને હલાવવાની નથી ખાંડ અડધી ઓગળી જાય એ પછી એને સતત હલાવતા ખાંડ એકદમ સરસ ઓગળી જાય અને એનો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું આ મિશ્રણ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું ખાંડ ઓગળી જાય એ પછી આમાં બટર ઉમેરીને મિક્સ કરી લો તમારે આના બદલે ઘી ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય આ સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આમાં સમારેલા કાજુ ઉમેરી મિક્સ કરી લો હવે ગેસ બંધ કરી હવે એક થાળી  કે પ્લેટમાં થોડું બટર લગાવીને આ મિશ્રણમાં લઈ લો અને એને સ્પ્રેડ કરી દઈશું આને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દેવાનું છે આ ઠંડું થઈ જાય પછી એને ચપ્પા કે ચમચીની મદદથી આ રીતે અલગ કરો અને પછી એને ખાંડણીમાં અધકચરૂ વાટી ને તૈયાર કરો આ બનાવેલા બટરસ્કોચ ક્રંચ ને બટરસ્કોચ કેક , બટરસ્કોચ પેસ્ટ્રી કે મિલ્ક શેક બનાવવામાં પણ ઉપયોગમાં લઇ શકો છો

4) બીજા દિવસે આ રીતે આઈસ્ક્રીમનો બેઝ સરસ રીતે સેટ થઈ ગયો હશે તો એને થોડી વાર રહેવા દઇશું હવે જે આઈસ્ક્રીમનો બેઝ આપણે બહાર કાઢીને રાખ્યો હતો એ થોડું ઓગળી  જાય એ પછી આપણે આગળ ની પ્રોસેસ કરવાની છે તો જેટલો આઈસ્ક્રીમનો બેઝ બનીને તૈયાર થયો હોય એટલી કોન્ટીટી માં આપણે ક્રીમ લેવાનું છે આને આપણે બીટરની મદદથી સરસ રીતે વ્હીપ કરી લઈશું પછી આઈસ્ક્રીમનું મિશ્રણ ઉમેરી દો અને બંને વસ્તુને સરસ રીતે મિક્ષ કરો આ રીતે મિશ્રણ મિક્ષ થઇ જાય એ પછી તમારી જે ફલેવરનો આઈસ્ક્રીમ બનાવવો હોય તે ફ્લેવર આપી શકો છો અત્યારે આપણે છ અલગ અલગ ફ્લેવર ના આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે થોડું થોડું મિશ્રણ છ અલગ અલગ વાડકામાં વહેંચીશું

5) સૌથી પહેલાં વેનીલા આઈસ્ક્રીમ બનાવવા માટે આઈસ્ક્રીમના મિશ્રણમાં થોડું વેનિલા એસેન્સ ઉમેરીને મિક્સ કરી લો અને આને ડબ્બામાં ભરી દો

6) હવે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ બનાવવા માટે આઈસ્ક્રીમના મિશ્રણમાં થોડું એસેન્સ અને ચોકલેટ ચિપ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરીને ડબ્બામાં ભરી દો

7) ઓરીયો આઇસ્ક્રીમ બનાવવા માટે આઈસ્ક્રીમના મિશ્રણમાં થોડું ચોકલેટ કે વેનિલા એસેન્સ ઉમેરો અને એમાં ઓરીયો બિસ્કીટ ના થોડા મોટા ટુકડા કરીને ઉમેરો આ સરસ રીતે મિક્સ થઇ જાય પછી તેને ડબ્બામાં ભરી દો

8) ટુટીફુટી આઈસ્ક્રીમ બનાવવા માટે આઈસ્ક્રીમના મિશ્રણમાં મિક્સ ફ્રુટ એસન્સ અને પીળો કલર , ટુટીફુટી ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો આ મિક્સ થઈ જાય એ પછી અને ડબ્બામાં ભરી દો

9) કુકી ક્રીમ  આઈસ્ક્રીમ બનાવવા માટે આઈસ્ક્રીમના મિશ્રણમાં ચોકલેટ મફીન લીધું છે એનો હાથ થી ભૂકો કરીને ઉમેરીશું મફીન ના બદલે તમારે ચોકલેટ કેક ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય હવે ઓરિયો બિસ્કિટ લીધા છે એના પણ મોટા ટુકડા કરીને આમાં ઉમેરીશું થોડું ચોકલેટ એસેન્સ ઉમેરો અને મિક્ષ કરી ડબ્બામાં ભરી દઈશું

10) બટરસ્કોચ આઈસ્ક્રીમ એમાં એસેન્સ , કલર અને બટરસ્કોચ ક્રંચ નાખી મિક્ષ કરી ડબ્બામાં ભરો ઉપરથી થોડા બટરસ્કોચ ક્રંચ નાખો

11) હવે આ બધા ડબ્બા ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે કે આખી રાત માટે સેટ થવા માટે મૂકી દઈશું

12) હવે આ આઈસ્ક્રીમ સરસ રીતે સેટ થઇ ગયા છે આ એકદમ સરસ સોફ્ટ અને યમ્મી બને છે તો જરૂર ટ્રાય કરજો

Watch This Recipe on Video