5 ખાસ ટીપ્સ સાથે બનાવો દડા જેવી ફૂલેલી અને સરસ ક્રિસ્પી કચોરી | Khasta Kachori | Shreejifood

 હેલો ફ્રેન્ડ આજે આપણે ફરસાણ ની દુકાને મળે એવી મગની દાળની ખસ્તા કચોરી કેવી રીતે બનાવી એ જોઈશું કચોરીને પર્ફેક્ટ બનાવવા માટે કેટલીક ખાસ ટિપ્સ નું ધ્યાન રાખવાનું હોય છે જો એને ધ્યાનમાં રાખીને તમે કચોરી બનાવો તો બનાવેલી કચોરી બે થી ત્રણ દિવસ સુધી એવી ને એવી ક્રિસ્પી રહે છે તો ચાલો આને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 30 મિનિટ

સર્વિંગ : 15 કચોરી

સામગ્રી :

સ્ટફિંગ બનાવવા માટે :

1/2 કપ મગની મોગર દાળ

પાણી જરૂર પ્રમાણે

૩ ચમચી તેલ

4 ચમચી ચણાનો લોટ

1 ચમચી લાલ મરચું

થોડી હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

1 ચમચી ધાણાજીરૂ

1/2 ચમચી ગરમ મસાલો

થોડો આમચૂર પાવડર

અધકચરા વાટેલા સૂકા ધાણા અને વરિયાળી (જો નાખવું હોય તો)

લોટ બાંધવા માટે :

500 ગ્રામ મેંદો

મીઠું સ્વાદપ્રમાણે

5 – 6 ચમચી ચોખ્ખું ઘી

પાણી જરૂર પ્રમાણે

1/2 ચમચી તેલ

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલાં મગની દાળને પાણીથી બેવાર ધોઈ ને પાંચ થી છ કલાક માટે પલાળીને રાખવી દાળ સરસ રીતે પલડી જાય એ પછી એનું પાણી નિતારી લો અને એને મીક્સરમાં લઈને પાણી વગર અધકચરી વાટીને તૈયાર કરો

2) હવે કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે ચણાનો લોટ એમાં ઉમેરીને ધીમા ગેસ ઉપર સરસ બદામી કલર નો અને સુગંધીદાર થાય ત્યાં સુધી શેકવાનો છે

3) આ રીતે લોટ શેકાઈ જાય પછી એમાં બધા મસાલા કરો આમચૂર પાવડર આ સમયે નથી ઉમેરવાનો મસાલાને થોડું સાંતળી લઈશું પછી જે દાળ વાટી ને રાખી છે એ આમા ઉમેરી દઈશું અને એને ધીમા ગેસ ઉપર સરસ રીતે મિક્સ કરી લો છેલ્લે આમાં આમચૂર પાવડર નાખીને મિક્સ કરીને સ્ટફિંગ ને ઠંડુ થવા દઈશું તમારી પાસે જો આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો છો સ્ટફિંગ ને એક થાળીમાં કાઢી ને આપણે ઠંડુ થવા દઈશું

4) લોટ બાંધવા માટે મેદાને ચાળી લઇ શું પછી એમાં મીઠું અને ચોખ્ખા ઘીનું મોવણ ઉમેરીને સરસ રીતે મિક્સ કરો આમા મૂઠી પડતું મોવણ હોવું જોઈએ આ મિક્સ થઇ જાય પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને આપણે આનો પૂરી જેવો લોટ બાંધીને તૈયાર કરીશું લોટ બંધાઈ જાય પછી છેલ્લે થોડું તેલ લઈને લોટને સરસ રીતે મસળીશું હવે આને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે રહેવા દો

5) જે લોટ બાંધીને રાખ્યો હતો એને સરસ રીતે મસળી લઈશું અને જે પણ સાઈઝ ની કચોરી બનાવવાની હોય એ પ્રમાણે આપણે એમાંથી લુઓ બનાવીશું અને બાકીનો લોટ ઢાંકીને રાખીશું

6) હવે જે લુઓ આપણે બનાવીને રાખ્યો છે તેમાંથી જાડી પૂરી વણી લેવાની છે પૂરીને હાથમાં લઈ લો અને પછી જે સ્ટફિંગ બનાવ્યું છે એમાંથી દોઢ થી બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈશું પછી એની કિનારી ભેગી કરો અને જેને વધારાનો લોટ છે એને આપણે આ રીતે દબાવતા જઈને કાઢી લઈશું એના ઉપર નો ભાગ સરસ રીતે દબાવી દેવો પછી પાટલી ઉપર એને મૂકીને હલકા હાથે હથેળીની મદદથી દબાવતા જઈને કચોરીનો શેપ આપી દો

7) હવે બીજી રીતથી કચોરી બનાવવા માટે એ જ રીતે લુઓ બનાવીને જાડી પૂરી વણી લો પછી એમાં સ્ટફિંગ ભરો કિનારી ભેગી કરીને વધારાનો લોટ કાઢી લઈશું હવે જો કચોરીને આ રીતે હાથમાં રાખીને બીજા હાથથી હથેળીની મદદથી તમારે એને દબાવતા જવાનું છે તો આ રીતે પણ તમે કચોરી બનાવી શકો છો

8) ત્રીજી કચોરી બનાવવા માટે એ જ રીતે લુઓ બનાવીને પૂરી વણી લો પછી સ્ટફિંગ ભરીને વધારાનો લોટ હટાવી દઈશું હવે જો કચોરીને આ રીતે વેલણથી વણવી હોય તો પણ વણી શકાય આને હલકા હાથે વણીને તૈયાર કરવાની છે કચોરી ક્યાંયથી ફાટે નહીં કે કાણું ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું ત્રણમાંથી જે રીતથી તમને કચોરી બનાવવાની ફાવે એ રીતે તમે કચોરી બનાવી શકો છો હવે જો કચોરી તૈયાર કર્યા પછી જો થોડી જાડી લાગે તો તળતા પહેલાં તમે આને હલકા હાથે આ રીતે દબાવી ને સરખી કરી શકો છો

9) હવે કચોરીને તળવા માટે તેલ ગરમ થવા માટે મુકીશું કચોરીને પર્ફેક્ટ બનાવવા માટે તેલ નું ટેમ્પરેચર પણ ખૂબ જ મહત્વનું હોય છે જ્યારે તમે કચોરીને તળો ત્યારે તેલ હલ્કુ ગરમ હોવું જોઈએ જો તેલ વધારે ગરમ થઈ જાય તો ગેસ બંધ કરીને એને થોડીવાર ઠંડુ થવા દેવાનું અને પછી કચોરી તળવા તેલ ચેક કરવા સૌથી પહેલા આમાં થોડો લોટ નાખીને ચેક કરો જે લોટ તમે આમાં નાખ્યો હોય એ ધીરે ધીરે ઉપર આવે એવું તેલ ગરમ જોઈએ હવે બનાવેલી કચોરી આમાં ઉમેરીશું અને કચોરીને આપણે ધીમા ગેસ પર તળવાની છે લગભગ છ થી સાત મિનિટ પછી કચોરી એની જાતે તળાઈને ઉપર આવશે કચોરી ઉપર આવે એ પછી તમે ગેસ થોડો વધારી શકો છો હવે ક્ચોરીને ફેરવી દઈશુ અને બીજી બાજુ પણ આવી બદામી કલરની થાય ત્યાં સુધી અને તળવાની છે તો આ રીતે કચોરી ફેરવતા રહીને સરસ ગોલ્ડન બ્રાઉન કલરની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની આ રીતે કચોરી તળાઈ જાય પછી આપણે એને બહાર લઈ લઈશું અને આ રીતે બાકીની તળીને તૈયાર કરીશું

10) તમે જોઈ શકો છો જે કચોરી આપણે બનાવી એકદમ સરસ દડા જેવી ફૂલેલી અને એકદમ સરળ ક્રિસ્પી બની છે હવે આને સર્વ કરીશું તો બનાવેલી કચોરી ને પ્લેટમાં લઈ એના ઉપર આપણે ખજૂર આમલીની ચટણી કોથમીર મરચા ની ચટણી અને નાયલોન સેવ ઉમેરીશું જે કચોરી આપણે બનાવી એ જો તમે પરફેક્ટ ટિપ્સ ફોલો કરીને બનાવશો તો બે દિવસ પછી પણ આવી સરસ ક્રિસ્પી રહે છે તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો

Watch This Recipe on Video