ઘરમાં નાના-મોટા બધાંને ભાવે એવી નવી રેસીપી | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે રેસ્ટોરન્ટમાં મળે એવા બેકડ પાસ્તા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું પાસ્તા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને આજે આપણે એક નવી રીતે અને થોડો હેલ્ધી રીતે બનાવીશું આ એટલા ટેસ્ટી બને છે કે ઘરમાં નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ આવશે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લેઇએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનીટ

સર્વિંગ : 2 વ્યક્તિ

સામગ્રી :  

પાસ્તા બાફવા માટે :

200 ગ્રામ પાસ્તા

પાણી જરૂર પ્રમાણે

1 ચમચી તેલ

મીઠું સ્વાદ પ્રમાણે

વ્હાઈટ સોસ બનાવવા માટે :

1 ચમચી બટર

1 ચમચી ઘઉંનો લોટ

1 કપ દૂધ

મીઠું સ્વાદ પ્રમાણે

થોડા ચીલી ફ્લેક્સ

થોડો કાળા મરીનો પાવડર

શાકભાજી નું મિશ્રણ બનાવવા માટે :

2 ચમચી એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ

2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચા

2 ઝીણા સમારેલા લીલા કેપ્સિકમ

2 ચમચી ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ

2 ચમચી ઝીણા સમારેલા ગાજર

3 ચમચી બાફેલા મકાઈના દાણા

મીઠું સ્વાદપ્રમાણે

થોડા ચીલી ફ્લેક્સ

થોડા મિક્ષ હર્બ્સ

1 – 2 ચમચી પીઝા પાસ્તા સોસ

1/2 કપ ટામેટા ની પ્યુરી

ચીઝ જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા પાસ્તા બાફવા માટે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થઇ જાય એટલે તેમાં પાસ્તા ઉમેરીને એમાં તેલ અને મીઠું ઉમેરો અને ફાસ્ટ ગેસ પર ૬ થી ૭ મિનિટ માટે બાફી લો અને આપણે પુરેપુરા નથી બાફવાના આ ૬૦ થી ૭૦ ટકા જેવા બફાય એટલે આપણે ગેસ બંધ કરીને આને કાણાવાળા વાડકામાં કાઢી લઈશું

2) હવે વ્હાઈટ સોસ બનાવવા માટે કડાઈમાં બટર નાખો બટર ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ઉમેરીને ધીમા ગેસ ઉપર એકદમ સરસ રીતે શેકી લો લોટ શેકાય જાય એટલે તેમાં દૂધ ઉમેરતા જઈને સરસ રીતે હલાવી લો આમાં ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું આમ મિક્ષ થઈ જાય એ પછી એમાં મસાલા કરો અને આને બે મિનિટ માટે ઉકાળી લો પછી ગેસ બંધ કરીને એને ઠંડો થવા દઈશું

3) શાકભાજી નું મિશ્રણ બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા શાકભાજી ઉમેરો અને ફાસ્ટ ગેસ ઉપર એને થોડા સાંતળી લો શાકભાજી સંતળાઈ જાય પછી તેમાં ટામેટાની પ્યુરી , પીઝા પાસ્તા સોસ , ટોમેટો કેચઅપ અને બાકીના બધા મસાલા ઉમેરીને એને સરસ રીતે મિક્સ કરી લો અને આને ૨ મિનીટ માટે ગરમ થવા દો પછી ગેસ બંધ કરીને આને પણ નીચે ઉતારી લઇશું

4) હવે આને આપણે ઓવનમાં બેક કરવાના છીએ તો આના માટે ઓવન માં મૂકી શકાય એવો કાચ નો બાઉલ ઉપયોગમાં લેવાનો છે તો બાઉલ માં સૌથી પહેલા આપણે જે શાકભાજી નું મિશ્રણ બનાવ્યું છે એનું એક લેયર કરી દઈશું પછી એના ઉપર વાઇટ સોસ પાથરો હવે જે પાસ્તા બાફીને રાખ્યા છે એનું લેયર કરી દઈશું અને થોડું શાકભાજી નું મિશ્રણ બાકી રાખ્યું હતું એ આના ઉપર ઉમેરી દીધું છે પછી આના ઉપર જરૂર પ્રમાણે ચીઝ ઉમેરી લો ચીઝ તમારી પસંદ પ્રમાણે ઓછુંવત્તું કરી શકો છો અને અહીંયા મોઝરેલા ચીઝ નો ઉપયોગ કર્યો છે તમારે પ્રોસેસ ચીઝ ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય ચીઝ ઉપર થોડા ચીલી ફ્લેક્સ , મિક્ષ હર્બ્સ અને ઓલીવ મૂકી દઈશું

5) હવે અને આપણે ઓવનમાં બેક કરવાના છીએ તો ઓવનને ૧૮૦ ડિગ્રી ઉપર પાંચ મિનિટ માટે પ્રી હીટ કરી લો ઓવન પ્રી હીટ થઈ જાય પછી આ બાઉલ એમાં મૂકી દઈશું અને આને 180 ડિગ્રી ઉપર 12 થી 15 મિનિટ માટે બેક કરી લઈએ બાર મિનિટ પછી તમે જોઈ શકો છો પાસ્તા સરસ બેક થઈ ગયા છે હવે આને બહાર લઈને સર્વિંગ પ્લેટમાં લઈ લેઈશુ તો હવે આપણા એકદમ ક્રિમી અને ચીઝી પાસ્તા બનીને તૈયાર છે આ ખુબ જ સરસ બને છે તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો

Watch This Recipe on Video