હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ માં મળે એવું મિક્સ વેજીટેબલ શાક કેવી રીતે બનાવવું એ જોઇશું બાળકોને શાકભાજી ખાવા પસંદ નથી હોતા પણ જો આ રીતે તમે આ શાક બનાવીને આપશો તો એમને પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે અને આ શાકને બનાવવું પણ ખૂબ જ સરળ છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સર્વિંગ : 4 વ્યક્તિ
સામગ્રી :
200 ગ્રામ બાફેલું મિક્ષ શાકભાજી
2 મોટા ચમચા તેલ
ચપટી હિંગ
થોડી હળદર
1/2 ચમચી અજમો
1 મોટી ચમચી સૂકા લાલ મરચાં અને આદુ ની પેસ્ટ
1/2 ચમચી હળદર
1 વાટકો પંજાબી ની લાલ ગ્રેવી
3 – 4 ચમચી પાણી
1 મોટી ચમચી મલાઈ કે ક્રીમ
થોડો કસૂરી મેથીનો પાઉડર
થોડી સમારેલી કોથમીર
50 ગ્રામ જેટલું છીણેલું પનીર
રીત :
1) સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દો તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં બાફેલા શાકભાજી ઉમેરો અને એને ફાસ્ટ ગેસ ઉપર થોડા સાંતળી લો શાકભાજી સંતળાઈ જાય પછી આ રીતે એને સાઈડમાં કરી દઈશું

2) પછી એમાં હળદર , હિંગ અને મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળી લો પછી શાકભાજી પણ એમાં મિક્સ કરી લો

3) શાકભાજી સરસ રીતે મિક્સ થઇ જાય પછી એમાં લાલ ગ્રેવી ઉમેરો અને એને મિક્સ કરીને એક મિનિટ માટે કુક થવા દો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મિક્સ કરી ઢાંકણ ઢાંકીને મધ્યમ ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ માટે કુક કરો

4) શાક મા આ રીતે તેલ ઉપર આવે એટલે એને એક વાર હલાવી લો.પછી એમાં મલાઈ અને કસૂરી મેથીનો પાઉડર ઉમેરીને મિક્સ કરી લો

5) મિક્સ થઇ જાય પછી એમાં સમારેલી કોથમીર અને છીણેલું પનીર ઉમેરીને મિક્સ કરી લઈશું અને શાક ને ખુલ્લું જ એક મિનિટ માટે કુક થવા દઈશું હવે આ શાક બનીને તૈયાર છે તો ગેસ બંધ કરીને આને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું આ શાકને તમે રોટલી , પરોઠા કે નાનની સાથે સર્વ કરી શકો છો
