શ્રીખંડ બનાવાની રીત | American nuts Shrikhand | Shrikhand recipe | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે અમેરિકન નટ્સ શ્રીખંડ કેવી રીતે બનાવવો એ જોઈશું ઉનાળાની સીઝન દરમિયાન ડેરી ઉપર ઘણી બધી વેરાઇટી ના શ્રીખંડ મળતા હોય છે અને અમેરિકન નટ્સ એવી ફ્લેવર છે કે જે ઘરમાં નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ આવશે તો માર્કેટ કરતા ઓછા ભાવમાં એકદમ સરસ શ્રીખંડ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો સાથે જ આને બનાવીને ફ્રિજમાં સ્ટોર પણ કરી શકાય છે તો ચાલો અને કેવી રીતે બનાવવો જોઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 4 – 5 વ્યક્તિ

સામગ્રી :

જમાવેલું દહીં (1 લીટર દૂધ માંથી)

230 – 250 ગ્રામ દળેલી ખાંડ

પલાળેલા ડ્રાયફ્રુટ

ચોકલેટ ચિપ્સ

ક્રેનબેરી

જેલી

રીત :

1) પહેલા જે દહીં જમાવીને રાખ્યું હોય એનો મસ્કો બનાવવાનો છે તો આના માટે એક તપેલી અને એક વાટકો લેવો અને એમાં એક કોટનનું કપડું પાથરી દેવું પછી દહીં જમાવીને રાખ્યું હોય એ એમાં લેવાનું અને કપડા ની ગાંઠ મારી ને આને ફ્રીજમાં ચારથી પાંચ કલાક માટે રહેવા દેવાનું છે જેથી દહીં માં જે વધારાનું પાણી હશે તપેલીની અંદર ભેગું થઇ જશે

2) ચાર થી પાંચ કલાક પછી એને ફ્રીઝમાંથી બહાર કાઢી લેવો અને એને ખોલીને ચેક કરશો દહીંમાંથી સરસ રીતે મસ્કો બનીને તૈયાર થઈ ગયો હશે અને જે પણ દહીમાંથી વધારાનું પાણી નીકળ્યું છે એને ફેંકવાના બદલે તમે આમાં થોડું દહીં ઉમેરીને કઢી બનાવી શકો છો જો હાંડવા ઢોકળા નુ ખીરુ બનાવવું હોય તો એ પણ બનાવી શકાય અને દહી ઉમેર્યા વગર આ ખાટા પાણીમાં થોડો સોજી ઉમેરીને તમારે ઇડલી બનાવી હોય તો પણ બનાવી શકાય

3) જે મસ્કો તૈયાર કર્યો છે એને આપણે એક વાટકામાં લઇ જે દળેલી ખાંડ લીધી છે એ થોડી થોડી ઉમેરતા જાઓ અને મિક્ષ કરતા જાવ , આ રીતે મિક્ષ થાય પછી પણ એને એકથી બે મિનિટ માટે હલાવતા રહીશું

4) શ્રીખંડ માં નાખવા માટે ડ્રાયફ્રુટ ને સમારીને તૈયાર કરી લેવાના તો અહીંયા મેં કાજુ , બદામ , પિસ્તા , અંજીર , અખરોટ અને સૂકી દ્રાક્ષ ને બે કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખ્યા હતા તો હવે ડ્રાયફ્રુટ ને આપણે પાણીમાંથી કાઢી લઈશું અને જે બદામ પિસ્તા છે એને છોલીને ઝીણા સમારીને તૈયાર કરી લઈશું

5) જે દહીંનો મસ્કો આપણે બનાવ્યો છે એમાં આપણે બધા ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ ઉમેરી દઈશું અને સાથે જ ક્રેનબેરી , ચોકલેટ ચિપ્સ અને જેલી ઉમેરી દઈએ જેલી ના બદલે ટુટી ફ્રૂટી ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય આ રીતે મિક્સ થઇ જાય પછી શ્રીખંડ ને ખુલ્લો જ બે-ત્રણ કલાક માટે ફ્રિજમાં મુકવાનો છે જેથી શ્રીખંડ ઘટ્ટ થાય અને જે ખાંડ ઉમેરી છે એ પણ આમાં સરસ રીતે સેટ થઈ જશે

6) ૩ થી ૪ કલાક પછી હવે આ અમેરિકન નટ્સ શ્રીખંડ બનીને તૈયાર છે તમે જ્યારે આને હલાવી ને ચેક કરશો ત્યારે આ રીતનો એ ઘટ્ટ હોવો જોઈએ આમાં બિલકુલ પણ પાણીનો ભાગ ના હોવો જોઈએ

7) હવે આપણે આને એક વાટકામાં  લઈ લઈએ અને ગાર્નીશિંગ માટે ઉપરથી થોડું સમારેલું ડ્રાયફ્રુટ , ચોકલેટ ચિપ્સ અને જેલી ઉમેરીશું અને આને તમે ફ્રીજમાં ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો

Watch This Recipe on Video