ઘરે સુકી દ્રાક્ષ બનાવાની રીત । Kishmish | Raisins | Shreejifood | Kishmish Banane ka Tarika

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરે સૂકી દ્રાક્ષ કેવી રીતે બનાવવી તે જોઈશું ઘરે સૂકી દ્રાક્ષ બનાવી ખૂબ જ સરળ છે બજાર કરતાં ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં આપણે સૂકી દ્રાક્ષ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લેઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 5 – 7 મિનિટ

સામગ્રી :

500 ગ્રામ લીલી દ્રાક્ષ

પાણી જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા જે દ્રાક્ષ લઈએ છીએ તે સારી ક્વોલિટીની લેવી અહીંયા લાંબા દાણાવાળી દ્રાક્ષ ઉપયોગમાં લીધી છે તમારે નાની દ્રાક્ષ ઉપયોગમાં લેવી હોય તો પણ  લઈ શકાય દ્રાક્ષ ને પહેલા સરસ રીતે ધોઈ લેવાની છે અને પછી એને એનો એક એક દાણો છૂટો કરી દેવાનો છે

2) હવે જે ઈડલી બનાવવા માટેનું સ્ટેન્ડ આવે છે એમાં આ રીતે દ્રાક્ષ મૂકી દેવાની ઈડલી સ્ટેન્ડના બદલે જે ઢોકળીયામાં કાણાવાળી જાળી આવે છે એ ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય

3) હવે પાણી ગરમ થવા માટે મુકવાનો પાણી ગરમ થાય એટલે તેમાં ઈડલી નું સ્ટેન્ડ મૂકીને એને ઢાંકીને મીડીયમ ગેસ ઉપર પાંચ મિનિટ માટે બાફી લો

4) પાંચ મિનિટ પછી આ રીતે દ્રાક્ષ બફાઈ જશે એનો કલર બદલાઈ જશે અને થોડીક પોચી પડી જશે સાથે જ તમને કોઈ જગ્યાએ દ્રાક્ષ ફાટેલી પણ દેખાશે તો હવે આને ઠંડી થવા માટે રહેવા દેવાની છે

5) હવે જો બીજી મેથડથી તમારે સૂકી દ્રાક્ષ બનાવી હોય તો એક વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકવાનું પાણી ગરમ થાય એટલે દ્રાક્ષ તેમાં ઉમેરી દેવાની અને મીડીયમ ગેસ ઉપર દ્રાક્ષ બફાઈને ઉપર આવે ત્યાં સુધી એને બાફવાની , આ રીતે દ્રાક્ષ ઉપર આવી જાય અને એનો કલર બદલાઈ જાય એટલે ગેસ બંધ કરીને એને કાણાવાળા વાડકામાં કાઢી ને ઠંડી થવા દઈશું

6) હવે એક કપડું પાથરીને બાફેલી દ્રાક્ષને એના ઉપર પાથરી દો અને એના ઉપર પાતળું કપડું ઢાંકીને એને તાપમાં બે દિવસ માટે સુકાવા દો બે દિવસ પછી દ્રાક્ષ આ રીતે સુકાઈ જશે એમાં કોઈ દ્રાક્ષ હજુ સૂકાયા વગરની લાગે છે તો ત્રીજા દિવસે ફરીથી સૂકવવા માટે મુકવાની

7) ત્રણ દિવસ પછી હવે સૂકી દ્રાક્ષ બનીને તૈયાર છે જો તમારે કાળી દ્રાક્ષ બનાવી હોય તો આ જ પ્રોસેસ થી તમે કાળી દ્રાક્ષ લઈને પણ કાળી સૂકી દ્રાક્ષ બનાવી શકો છો

Watch This Recipe on Video