હેલો ફ્રેન્ડ આજે આપણે ઘરે રસના કે ટેંગ જેવો ઓરેંજ શરબત પાવડર કેવી રીતે બનાવવો એ જોઇશું ગરમીના દિવસોમાં બાળકોને આ રીતનું સરબત પીવું ખૂબ જ પસંદ હોય છે , અને આને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 5 મિનિટ
સર્વિંગ : 10 ગ્લાસ
સામગ્રી :
1 કપ ખાંડ
3 ચમચી ગ્લૂકોઝ પાવડર
1/2 ચમચી ઓરેંજ ઇમલશન
1/2 ચમચી લીંબુના ફૂલ
રીત :
1) સૌથી પહેલા બધી સામગ્રી માપીને તૈયાર કરી દેવી

2) ત્યારબાદ એને એક મિક્સર જારમાં લઈને એનો પાઉડર બનાવીને તૈયાર કરી લેવો આ રીતે પાવડર બની જાય પછી તમે એને બોટલમાં કે ડબ્બામાં ભરીને બહાર ત્રણ થી ચાર મહિના સુધી સ્ટોર કરી પણ શકો છો

3) હવે આમાંથી શરબત બનાવવા માટે એક ગ્લાસમાં બે મોટી ચમચી બનાવેલ શરબત પાવડર નાખો અને એમાં પાણી ઉમેરી મિક્ષ કરીને બરફ નાખી સર્વ કરો

4) હવે આપણો ઓરેંજ રસના શરબત પાવડર અને ઓરેંજ શરબત બનીને તૈયાર છે
