તળ્યા વગરનાં હેલ્ધિ સમોસા | Baked Samosa | Samosa for weight loss

હેલો ફ્રેન્ડ આજે આપણે ઘરે તળ્યા વગર સમોસા કેવી રીતે બનાવવા એ જોઈશું તમારે જો સમોસાનું હેલ્ધી વર્ઝન બનાવવું હોય કે તમે જો વજન ઉતારવાનું પ્લાનિંગ કરતા હોય અને એ સમય તમને જો કઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો આ જરૂર ટ્રાય કરી શકો છો , જનરલી આપણે જે ફરસાણવાળા ની દુકાને થી જે સમોસા લાવીએ છીએ એમાં એક સમોસામાં લગભગ 250 – 252 જેટલી કૅલરી હોય છે જ્યારે અત્યારે આપણે જે સમોસા બનાવવાના છીએ એમાં 100 થી પણ ઓછી કેલરી છે તો બજારના સમોસાની કમ્પેર માં આ ખૂબ હેલ્ધી તો છે જ સાથે જ ટેસ્ટી પણ બને છે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય  : 10 મિનિટ

બનાવવાનો સમય : 30 મિનિટ

સર્વિંગ  : 15 – 17  સમોસા

સામગ્રી :

લોટ બાંધવા માટે :

2 કપ ઘઉંનો લોટ

1/2 ચમચી મીઠું

1/2 ચમચી અજમો

2 ચમચી એકસ્ટ્રા લાઈટ ઓલીવ ઓઈલ

પાણી જરૂર પ્રમાણે

સ્ટફિંગ બનાવવા માટે :

2 ચમચી એકસ્ટ્રા લાઈટ ઓલીવ ઓઈલ

1/2 ચમચી રાઈ

થોડું જીરું

1 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં

8 – 10 ઝીણા સમારેલા મીઠા લીમડાનાં પાન

થોડી હળદર

ચપટી હિંગ

5 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા

1/2 વાટકી ઓટ્સ નો નો પાવડર

મીઠું સ્વાદપ્રમાણે

૧ ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરૂ

1/2 ચમચી આમચૂર પાવડર

1/4 ચમચી ચાટ મસાલો

1/2 ચમચી ગરમ મસાલો

સમારેલી કોથમીર

એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ ( સમોસા પર લગાવવા માટે )

રીત :

1) સૌથી પહેલા સમોસા નો લોટ બાંધવા માટે એક વાસણમાં લોટમાં મીઠું , અજમો અને તેલ નાખીને સરસ રીતે મિક્સ કરી લો આ મિક્સ થઇ જાય પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને એનો પૂરી જેવો લોટ બાંધી ને તૈયાર કરી લો લોટ બંધાઈ જાય પછી થોડું તેલ લઈને લોટને મસળીને સુંવાળો કરી લો અને ઢાંકીને થોડીવાર રહેવા દો

2) હવે ઓટ્સને મિક્ષરમાં દળી એનો પાવડર બનાવી લો

3) હવે સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં ઓલિવ ઓઇલ ગરમ થવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઇ , સમારેલા લીલા મરચાં , હળદર , હિંગ , લીમડો એ બધું ઉમેરીને સાંતળી લો બટાકાનો માવો , બધા મસાલા અને ઓટ્સ નો પાવડર ઉમેરીને મિક્સ કરો છેલ્લે તેમાં કોથમીર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો આ સ્ટફિંગ નીચે ઉતારીને ઠંડું થવા દો

4) હવે જે લોટ બાંધીને રાખ્યો હતો એને ઉપયોગમાં લેતાં પહેલાં સરસ રીતે મસળી લેવો પછી એમાંથી જે પણ સાઈઝ ના સમોસા બનાવવા હોય એ પ્રમાણે લુઓ બનાવીને તેમાંથી મોટી રોટલી વણી લેવી પછી એને બે ભાગમાં કટ કરી દો

5) હવે એમાંનો એક ભાગ લઈ એને હાથમાં આ રીતે પકડો અને કિનારી ઉપર પાણી લગાવી ને બીજો ભાગ એના ઉપર સરસ રીતે ચોંટાડી દો એટલે આ રીતે કોન શેપ બની જશે એને હાથમાં આ રીતે પકડવો પછી એમાં બનાવેલું સ્ટફિંગ ભરો અને હાથ થી દબાવી દો હવે જ્યાં રોટલીની બંને કિનારે આપણે ચોંટાડેલી હોય એની સામેની બાજુ આ રીતે ચપટી વાળી દો પછી સમોસા ની કિનારી ઉપર પાણી લગાવી દો અને સમોસાની કિનારીને સરસ રીતે પેક કરી દો તો આ રીતે સમોસા વાળીને તૈયાર કરવાના છે

6) હવે જો તમને આ રીતે સમોસા વાળતા ના ફાવતું હોય તો એ જ રીતે રોટલી વણીને એને કટ કરીને એક ભાગ ઉપયોગમાં લેવો પછી એની એક બાજુ સ્ટફિંગ મૂકો એક બાજુ ની કિનારી ઉપર થોડું પાણી લગાવી દો અને બીજો ભાગ એના ઉપર ચોંટાડી દો હવે એને સરસ રીતે પેક કરો અને સમોસા ને હાથ માં લઈ ને એની બીજી બાજુ પણ સરસ રીતે ચોંટાડી દો તો બેમાંથી જે રીતે તમારી સમોસા પેક કરવા હોય કરી શકો છો

7) હવે સમોસા ને બેકિંગ ટ્રેમાં લઈ લેવા અને પછી એના ઉપર એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ દેવાનું છે સમોસાની બંને બાજુએ ઓઇલ લગાવી દેવું

8) સમોસા ને ઓવનમાં બેક કરવા માટે આપણે ઓવનને ૨૦૦ ડિગ્રી પર 5 મિનિટ માટે પ્રી હિટ કરી લેવાનું છે પછી તેને પ્રી હિટ થયેલા ઓવનમાં ૨૦૦ ડિગ્રી પર 10 મિનિટ માટે બેક કરો 10 મિનિટ પછી સમોસાની ફેરવી દેવા અને બીજી બાજુ પણ એને 5 મિનિટ માટે બેક કરવાના છે

9) ટોટલ 15 મિનિટ પછી એકદમ સરસ સમોસા બનીને તૈયાર થઇ જશે આ સમોસા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે.સાથે હેલ્ધી તો છે જ તો હવે આપણા તળિયા વગરના હેલ્ધી સમોસા બનીને તૈયાર છે આને તમે ખજુર આમલી ની મીઠી ચટણી કે કોથમીર મરચા ની તીખી ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો

10) હવે આ ટેસ્ટી અને હેલ્ધી સમોસા બનીને તૈયાર છે

Watch This Recipe on Video