હેલો ફ્રેન્ડ આજે આપણે ઘરમાં બધાને ભાવે એવી મેંગો લસ્સી કેવી રીતે બનાવવી એ જોઈશું આને બનાવવી ખૂબ જ સરળ છે સાથે જ આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવી એ જોઈ લેઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 5 મિનિટ
સર્વિંગ : 3 – 4 ગ્લાસ
સામગ્રી :
1 વાટકી સમારેલી પાકી કેરી
1 વાટકી દહીં
8 – 10 બરફના ટુકડા
1 – 2 ચમચી જેટલી ખાંડ
½ – ¾ વાટકી ઠંડું દૂધ
થોડો ઈલાયચી પાવડર
થોડી સમારેલી બદામ
સમારેલા પીસ્તા
ઝીણા સમારેલા કેરીના ટુકડા
રીત :
1) સૌથી પહેલા એક મિક્સર જાર લઈને એમાં કેરીના ટુકડા ઉમેરો (અહીંયા હાફૂસ કેરીનો ઉપયોગ કર્યો છે તમારે હાફૂસ ના બદલે કેસર કે બીજી કોઈ કેરી લેવી હોય તો પણ લઈ શકાય જે કેરી લો એ એકદમ સરસ મીઠી અને પાકી હોવી જોઈએ)

2) હવે આમાં બરફના ટુકડા , જરૂર પ્રમાણે ખાંડ , દહીં અને ઈલાયચી પાવડર ઉમેરીને આને બ્લેન્ડ કરી લઈશું.

3) આ બ્લેન્ડ થઈ જાય એ પછી આમાં ઠંડું દૂધ , ક્રીમ કે મલાઈ ઉમેરીને અને ફરીથી બ્લેન્ડ કરી લેવું લસ્સી પાતળી ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું

4) હવે આને સર્વિંગ ગ્લાસ માં લઈ લો પછી એના ઉપર ગાર્નિશીંગ માટે સમારેલી બદામ , સમારેલા પિસ્તા અને ઝીણા સમારેલા કેરીના ટુકડા ઉમેરો

5) આ આપણી એકદમ સરસ મજાની ટેસ્ટી અને યમ્મી મેંગો લસ્સી બનીને તૈયાર છે તમે જો વધારે કોન્ટીટી માં લસ્સી બનાવતા હોય તો તમે આને ફ્રીજમાં બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો
