હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું બાળકોના મનપસંદ ચીઝ બોલ , અને આજે આ રેસીપી બનાવવા માટે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીશું જેથી એ પણ વપરાઈ જાય અને એક નવી રેસીપી પણ બની જાય તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનીટ
બનાવવાનો સમય : 10 મિનીટ
સર્વિંગ : 15 બોલ
સામગ્રી :
1 કપ રાંધેલો ભાત
1/2 કપ ફ્રેશ બ્રેડ ક્રમ્સ
1/4 કપ પ્રોસેસ ચીઝ
સમારેલા લીલા મરચા
સમારેલી કોથમીર
ચીલી ફ્લેક્સ
ઓરેગાનો
મીઠું સ્વાદ પ્રમાણે
2 ચમચી મેંદો
1 ચમચી કોર્ન ફ્લોર
પાણી
મોઝરેલા ચીઝ
રીત :
1) સૌથી પહેલા જે ભાત આપણે લીધો છે એને ચમચીથી થોડો દબાવી દઈએપછી એમાં ફ્રેશ બ્રેડ ક્રમ્સ અને પ્રોસેસ ચીઝ ઉમેરો હવે એમાં બાકીની બધી સામગ્રી ઉમેરી લોટ બાંધતા હોય એ રીતે આને મિક્ષ કરી લો

2) એક વાટકામાં મેંદો અને કોર્ન ફ્લોર લઇ એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઇ પાતળી સ્લરી બનાવીને તૈયાર કરો

3) હવે નાના બોલ બનાવીને તૈયાર કરો તમારે જો સ્ટફિંગ કરવું હોય તો બનાવેલા મિશ્રણ માંથી ટિક્કીનો શેપ આપો પછી એમાં વચ્ચે થોડું મોઝરેલા ચીઝ મુકી ગોળો વાળી લો તો સ્ટફિંગ કરીને કે સ્ટફિંગ કર્યા વગર આ બોલ બનાવી શકો

4) હવે આ બનાવેલા બોલને પહેલા મેંદાની સ્લરી માં બોળો પછી ડ્રાય બ્રેડ ક્ર્મબ્સ થી કોટિંગ કરી લો આ રીતે બધા બોલ બનાવીને તૈયાર કરવા

5) એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે બોલ ને મીડીયમ થી ફાસ્ટ ગેસ પર તળો બોલ આવા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તળાય એટલે એને પેપર નેપકીન પર લઇ લઈએ

6) ચીઝ બોલને સર્વિંગ પ્લેટમાં લઇ એની સાથે ટોમેટો કેચપ મુકો અને એના પર ગાર્નીશિંગ માટે મેયોનીઝ અને કેચપ મિક્ષ કરીને નાખો , આ ચીઝ બોલ ઉપરથી આવા સરસ ક્રિસ્પી અને અંદરથી આવા ચીઝી બને છે

7) આ સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી રાઈસ ચીઝ બોલ બનીને તૈયાર છે
