આજે આપણે ઘરે કંડેન્સ મિલ્ક કેવી રીતે બનાવવું તે જોઈશું ,કંડેન્સ મિલ્ક ધણી બધી બેકરી આઈટમ અને મીઠાઈ બનાવવામાં વપરાય છે અને ઘરનું બનાવેલું કંડેન્સ મિલ્ક ચોખ્ખું અને માર્કેટમાંથી લાવતાં ટીન ના જેવું જ ટેસ્ટ માં બને છે તો ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ
સામગ્રી :
- ૧/૨ કપ – ખાંડ
- ૫૦૦મિલિ – દૂધ
રીત :
1) સૌથી પહેલા એક નોન સ્ટીક ના વાસણમાં ખાંડ ને કેરેમલ કરવા મુકો આમાં અત્યારે દૂધ કે પાણી નથી ઉમેરવાનું ,થોડી વાર માં ખાંડ ઓગળવા લાગશે

2) આ રીતે ખાંડ ઓગળી જશે

3) હવેદુધને ગાળીનેતેમાં ઉમેરો

4) દૂધ ઉમેરશો એટલે ખાંડ કડક થઈ જશે પણ ધીરે ધીરે જેમ દૂધ ગરમ થતું જશે તેમ ખાંડ ઓગળી જશે

5) દૂધને મીડીયમ ગેસ પર ઉકળવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું

6) ૨૦-૨૫ મિનીટ કે દૂધ અને ખાંડ નું મિશ્રણ ઉકળીને અડધું થાય એટલે ગેસ બંધ કરી દો. ઠંડુ થાય એટલે એને ગાળી ને એક વાસણ માં લઇ લો.

8) હવે આ કંડેન્સ મિલ્ક ઉપયોગ કરવા માટે તૈયાર છે ,તેને તમે ડબ્બામાં ભરીને ૧૦-૧૫ દિવસ સ્ટોર કરી કરી શકો છો
