આજે આપણે બનાવીએ ઉનાળા માટે મલાઈ કુલ્ફી .આ કુલ્ફી બનાવવી ખૂબ જ સરળ છે આપણા ઘર માં જે સામગ્રી હાજર હોય તેના થી જ આ કુલ્ફી બની જાય છે તો તમે પણ આ ચોક્કસ બનાવજો
સામગ્રી :
- ૧ લીટર ફૂલ ફેટ મિલ્ક
- ૪ ચમચી ખાંડ
- ૧ નાની ચમચી કોર્ન ફ્લોર
- ૧ નાની ચમચી ઈલાઈચી પાવડર
રીત :
1) એક વાસણ માં દૂધ ગાળીને ગરમ કરવા મુકો

2) દૂધ માં ૨-૩ ઉભરા આવે એટલે ખાંડ ઉમેરો

3) ખાંડ ઓગળી જાય એટલે કોર્ન ફ્લોર પાણી માં ઓગાળી ઉમેરો

4) દૂધને મીડીયમ થી હાઈ ફ્લેમ પર ૨૦ મીનીટ ઉકાળી લો

5) દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે કુલ્ફી મોલ્ડમાં ભરી દો

6) હવે મોલ્ડને ફ્રીઝર માં ૮-૧૦ કલાક સેટ થવા મુકો

7) કુલ્ફી સેટ થઈ જાય એટલે મોલ્ડને પાણી નીચે રાખી કા તો પાણી માં સેજ વાર મૂકી કુલ્ફીને અનમોલ્ડ કરી લો

8) કુલ્ફી સર્વિંગ માટે તૈયાર છે
