આજે આપણે બનાવતા શીખીશું લીલવા ની કચોરી .આ કચોરી તુવેર ના તાજાદાણા માંથી તૈયાર કરવામાં આવે છે અને શિયાળામાં અને ઉત્તરાયણ પર એને ખાવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે અનેએને બહાર જેવી જ ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. તો ચાલો આપણે તેને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ.
સામગ્રી :
૪૦૦ ગ્રામ – તુવેરના દાણા
૧૦૦ ગ્રામ – બાફેલા બટાકા
૮-૧૦ – વાટેલા લીલા મરચા
૭-૮ કાળી – લસણ(જો ખાતા હોવ તો,અત્યારે લીલું લસણ મળે છે તો એ લેવું હોય તો એ પણ લેવાય )
૧ – નાનો ટુકડો આદું
૧ ચમચી – સુકી દ્રાક્ષ
૧ ચમચી – કાજુ
૧ ચમચી – તલ
૧ – નાની ચમચી હિંગ
૧-૧/૨ ચમચી – તેલ
૧-૧/૨ ચમચી – ખાંડ
૧ ચમચી – લીંબુ નો રસ
૧/૪ ચમચી – ગરમ મસાલો
થોડી સમારેલી કોથમીર
૧-૧ /૨ કપ – મેદો
૧/૨ કપ – ચોખા નો લોટ
૧ મોટી ચમચી – કોર્ન ફ્લોર
૩-૪ મોટી ચમચી – તેલ
લોટ બાંધવા ફ્રિજ નું ઠંડુ પાણી
સ્વાદ પ્રમાણે મીઠું
૪-૫ ટીપા લીંબુ નો રસ (લોટ બાંધવા માં નાખવો)
રીત :
1) સૌથી પહેલા તુવેરના દાણા ને ચીલી કટર માં અધકચરા વાટી લો,વધારે ભૂકો નહી કરવાનો મેં અત્યારે કાચા દાણા જ ક્રશ કર્યા છે પણ જો આ કચોરી ઘર માં ઉંમરલાયક વ્યક્તિને ખાવા ની હોય તો દાણાને સહેજવાર ઉકળતા પાણી માં બાફી લેવા(આશરે ૨-૩ મિનીટ )


2) નોન સ્ટીક ની પેન માં તેલ ગરમ કરવા મૂકો

3) તેલ ગરમ થાય એટલે કાજુ અને દ્રાક્ષ ઉમેરો અને ૧ મિનીટ સાતળી લો

4) તલ અને હિંગ એડ કરો અને વાટેલા મરચા નાખો (જો આદુ લસણ નાખવું હોય તો અત્યારે ઉમેરી દેવાનું)


5) ૨ મિનીટ સાતળી લો

6) હવે ક્રશ કરેલા દાણા અને મીઠું ઉમેરી મિક્ષ કરી લો અને એને ધીમા થી મધ્યમ ગેસ પર શેકો દર ૨-૩ મીનીટે તેને હલાવતા રહેવું બને તો નોન સ્ટીક વાસણ જ વાપરવું


7) ૭૦-૮૦% જેવા દાણા શેકાય એટલે એમાંખાંડએડ કરી દો અને ગેસ ફાસ્ટકરી મિક્ષ કરી લો મિક્ષ થાય એટલે ગેસધીમો કરી દેવાનો અને સરસ શેકી લેવાનું

8) આપડે આને ૧૦ મિનીટ શેકી લેવાનુંછે, હવે ગેસ બંધ કરી આમાં ગરમ મસાલો અને લીંબુ નો રસ એડ કર્રી મિક્ષ કરી લેવાનું


9) હવે આમાં કોથમીર નાખી ને મિક્ષ કરી ઠંડુ થવા દો

10) સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી લોટ બાંધી ને તૈયાર કરી દો અને તેને ઢાંકી ને ૧૦ મીનીટ રહેવા દો, આનો લોટ મીડીયમ બંધાવાનો છે બહુ કડક પણ નહી અને ઢીલો પણ નહી


11) સ્ટફિંગઠંડુ થઇ જાય એટલે તેમાં બાફેલા બટાકા મિક્ષ કરી દો (જો બટાકા ના ખાતા હોવ તો કાચા કેલા use કરી શકો છો), સ્ટફિંગ ના નાના બોલ્સ બનાવી લો



12) હવે બાંધેલા લોટ માંથી પૂરી વણી લો અનેસ્ટફિંગમૂકી કચોરી બનાવો

13) સરસરીતે બધે થી તેને જોઈન્ટ કરી લો

14) આજ રીતે બધી કચોરી બનાવી લો અને તેને ૧૦ મિનીટ રહેવા દો

15) હવે એને મીડીયમ ગેસ પર તળી લઈશું જ્યાં સુધી તે સરસ ક્રીશ્પી ના થાય


16) હવે કચોરી ને સર્વિંગ પ્લેટ માં તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કરો

નોંધ :
તુવેર ના દાણા તાજા વાપરવા , લોટ ઢીલો ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને આ લોટ બાંધવા માટે ફ્રીઝ નું ઠંડુ પાણી ઉપયોગ માં લેવું , કચોરી ને હંમેશા મધ્યમ ગેસ પર જ તળવી.