હેલ્લો ફ્રેન્ડઝ આજે આપણે બનાવીશું તલ નું કચરિયું. માર્કેટ માં તમને ઘણી બધી અલગ અલગ બ્રાન્ડ્ઝ ના કચરિયાના પેકિંગ મળી જશે પણ ઘરે બનાવેલું એકદમ સુધ્ધ અને સ્વાદીસ્ટ હોય છે સાથેજ આપને બધી વસ્તુ પણ સારી ગુણવતા વાળી વાપરી હોય જે કદાચ આપણને બહાર ના રેડીમેઈડ કચરિયામાં ના પણ મળે. તો ચાલો આજે હું તમને તેને ઘરે જ કેવી રીતે બનાવી શકાય તે બતાવું.
સામગ્રી :
૧કપ સફેદ તલ(કાચા)
૧/૨ કપ ગોળ
૧/૨ કપ ખજૂર
૧/૪ કપ સુકું ટોપરું છીણીને
૧ ચમચી સુંઠ પાવડર
૧/૨ ચમચી ગંઠોડા પાવડર
૧/૨ ચમચી ખસખસ
૧/૨ ચમચી એલીચી અને જાયફળ નો પાવડર
૧/૪ કપ તલ નું તેલ
૧/૨ ચમચી મગજતરી ના બી
રીત :
1) તલ ને મિક્ષરમાં અધકચરા crush કરવા

2) હવે તેમાં ગોળ,સમારેલી ખજૂર,સુંઠ,ગંઠોડા અને થોડું ટોપરું એક કરી ફરી થી crush કરવું , મિક્ષર માં વધારે ફેરવવું નહી

3) બધું crush થાય એટલે ૩-૪ ચમચી તલ નું તેલ ઉમેરી ફરી થી મિક્ષરમાં થોડું crush કરી લો

4) ફરી થી ૨-૩ ચમચી તેલ ઉમેરી ને મિક્ષરમાં થોડું crush કરી લો

5) મિક્ષરમાં ચોંટે નહિ એનું ધ્યાન રાખવું નહિ તો કચરિયું ચીકણું લાગે

6) હવે આને એક વાસણમાં લઇ લો

7) લોટ બાંધતા હોઈએ એ રીતે હલ્કા હાથે સહેજ મિક્ષ કરો

8) એમાં છીણેલું ટોપરું અને મગજતરીના બી નાખી દો

9) થોડું જ મિક્ષ કરવાનું છે લોટ નથી બાંધવાનો

10) હવે કચરિયું તૈયાર છે તેને બરાબર દબાવીને વાટકામાં ભરી દો

11) તેના પર સજાવટ માટે ખજૂર, ટોપરું, ખસખસ, મગજતરી ના બી અને બદામ લગાવી શકો છો
