અડદિયા પાક બનાવવાની સૌથી સરળ રીત | Adadiya Pak Recipe

આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતું એક વસાણું અડદિયા પાક .આમાં બહુ બધા વસાના ઉપયોગથાય છે અને તેનો ટેસ્ટ ખુબજ સરસ હોય છે પણ ઘણાં લોકો આં તૈયાર લાવતાં હોય છે તો હવે થી તમે આને ઘરે બનાવી શકશો એ પણ સરળ રીતે .

અડદિયા પાક માટે ની સામગ્રી :

  1. ૧૫૦ ગ્રામ – ચણા નો કરકરો લોટ
  2. ૨૦૦ ગ્રામ – અડદ નો કરકરો લોટ
  3. ૨૦૦ ગ્રામ – મોળો માવો
  4. ૨૫૦ ગ્રામ – ઘી
  5. ૩૫૦ ગ્રામ – ખાંડ
  6. ૧૦૦ ગ્રામ – કાજુ,બદામ
  7. ૧૦૦ ગ્રામ – અડદિયા નો મસાલો
  8. ૫૦ ગ્રામ – બાવળ નો ગુંદર
  9. ૧ મોટી ચમચી – ખસખસ
  10. ૧-૧/૨ ચમચી – દૂધ
  11. ૧ કપ – પાણી(ચાસણી માટે )

અડદિયા નો મસાલો બનાવવાની સામગ્રી :

  1. ૩૦ ગ્રામ – સૂંઠ પાવડર
  2. ૨૦ ગ્રામ – ગંઠોડા પાવડર
  3. ૫ ગ્રામ – નાગકેસર
  4. ૧૦ ગ્રામ – સફેદ મુસળી
  5. ૧૦ ગ્રામ – કાળી મુસળી
  6. ૫ ગ્રામ – કાળા મરી
  7. ૧૦ ગ્રામ – ઈલાઈચી
  8. ૫ ગ્રામ – જાયફળ
  9. ૫ ગ્રામ – કેસર
  10. ૫ ગ્રામ – લવિંગ
  11. ૫ ગ્રામ – તજ(બધું મિક્ષ કરી દળીઅને ચાળી લો )

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં બન્ને લોટ ભેગા કરી તેમાં ૧ ચમચી ઘી અને દૂધ ઉમેરી ધાબુ દઈ હાથથી મસળવું

2) હવે ઘઉં ચાળવાના ચાળણા થી એને ચાળીને હાથથી મિક્ષ કરી લો

3) એક કડાઈ લઈને એમાં માવો શેકી લેવો,એને કોરો જ શેકવો ઘી નથી મૂકવાનું

4) માવાને ઘી છુટું પડે ત્યાં સુધી શેકી લેવો

5) એજ કડાઈમાં ૧૦૦ ગ્રામ જેટલું ઘી ગરમ કરવા મૂકો

6) ઘીગરમ થાયએટલે ગુંદર ને દળીને કે આખો તળી લો

7) એ તળાશેએટલે સરસ ફૂલી જશે એને એક ડિશમાં લઈ લો

8) બાકીનું ઘી એડ કરીને ધાબુ દીધેલો લોટ બદામી કલર નો થાય ત્યાં સુધી શેકી લો તેને મધ્યમ ગેસ પર જ શેકવો

9) ગેસ ધીમો કરી તેમાં શેકેલો માવો ,તળેલો ગુંદર (ભૂકો કરી લેવો),અડદિયા નો તૈયાર કરેલો મસાલો ,ખસ ખસ  અનેડ્રાય ફ્રૂટ(કાજુ બદામ નો ભૂકો કરી લેવો )ઉમેરી મિક્ષ કરી લો અને સાઈડ માં મૂકી દો

10) એક વાસણ માં ચાસણી બનાવવા ખાંડ અને પાણી મિક્ષ કરી ઉકળવા મૂકો

11) આપણે આની ૧-૧/૨ તારની ચાસણી બનાવવાની છે

12) પણ જો તમને તાર ચેક કરતા ના ફાવતાં હોય તો ૧૦-૧૨ મિનીટ પછી આ રીતે ડીશ માં ચાસણી નું એક ટપકું મુકો એને ઠંડુ થવા દો ટપકું સહેજ પણ હલવું ના જોઈએ એ ત્યાં જ સ્થિર થઈ જશે મતલબ ચાસણી તૈયાર છે ,આ રીતે ચાસણી ચેક કરતા હોવ ત્યારે ગેસ ધીમો કરી દેવો નહી તો ચાસણી કડક થઈ જશે

13) લગભગ ૧૫-૧૭ મિનીટ જેવું થશે આટલી ચાસણી બનતા

14) લોટ એકવાર હલાવી ચાસણી આમાં ઉમેરી દો ગેસ ચાલુ કરવાનો નથી

15) એને ઘી લગાવેલા વાસણમાં લઈ લો તેની ઉપર સમારેલા બદામ પીસ્તા ઉમેરો અને ૪-૫ કલાક સેટ થવા દો

16) સેટ થઈ ગયા પછી એને કટ કરો

17) હવે આપણો ઘર નો બનાવેલો અડદિયા પાક સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video