પાણીપુરી નો રગડો બનાવવાની રીત | Panipuri no Ragdo Banavani Rit

પાણીપુરી લગભગ દરેક ને ખુબજ જ પસંદ હોય છે એમાંય શિયાળાની ઠંડી માં ગરમા ગરમ રગડા વાળી પાણીપુરી ખાવાની તો મજાજ કઈક અલગ હોય ,તો આજે આપણે ઘરેસ્વાદિષ્ટ રગડો કેવી રીતે બનાવવો તે જોઈશું

સામગ્રી :

  1. ૨ ક્પ – બાફેલા બટાકા
  2. ૧કપ – બાફેલા સફેદ વટાણા
  3. ૧ ચમચી – લીલી પેસ્ટ
  4. ૧ ચમચી – લાલ પેસ્ટ
  5. ૧/૨ ચમચી – પાણીપુરી મસાલો
  6. ૧ નાની ચમચી – સંચળ
  7. ૧ નાની ચમચી – હળદર
  8. મીઠું
  9. પાણી
  10. કોથમીર

લાલપેસ્ટ ની સામગ્રી :

  1. ૧૨-૧૫ – સૂકા લાલ મરચાં
  2. ૨ચમચી – સીંગદાણા
  3. ૧ નાની ચમચી – ધાણાજીરું
  4. ૨ મોટી ચમચી – લાલ મરચું
  5. મીઠું
  6. પાણી

મરચાં અને સીંગદાણાને થોડી વાર નવશેકા પાણીમાં પલાળી દેવા પછી તેનું પાણી નિતારી બધું મિક્ષ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરી સરસ પેસ્ટ બનાવવી

લીલી પેસ્ટ ની સામગ્રી :  

  1. ૧/૨ કપ – કોથમીર
  2. ૨ ચમચી – ફુદીનો
  3. ૨ ચમચી – કોથમીર ની ડાળી
  4. ૩-૪ – લીલા મરચા
  5. ૧/૨ નાની ચમચી – જીરું
  6. ૧/૮ નાની ચમચી – લીંબુ ના ફૂલ
  7. મીઠું
  8. પાણી

મિક્ષરના જારમાં પહેલા બધું મિક્ષ કરી પાણી વગર ક્રશ કરો પછી જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈ તેની સરસ પેસ્ટ બનાવી લો

રીત :

1) એક કડાઈ માં બાફેલા વટાણા અને બટાકા લઈ તેમાં પાણી ઉમેરી ગરમ કરવા મુકીશું

2) તેમાં હળદર ,મીઠું,સંચળ,પાણીપુરી મસાલો અને બંને પેસ્ટ ઉમેરી દઈશું

3) એને મિક્ષ કરી ૪-૫ મિનીટ ગરમ કરી લો,જરૂર લાગે એ પ્રમાણે બીજું થોડું પાણી એડ કરવું

4) સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો

5) ગરમા ગરમ રગડો સર્વ કરવા માટે તૈયાર છે

નોંધ :

રગડો બનાવવા સૂકા સફેદ વટાણા જ વાપરવા ,લીલા વટાણા નો ટેસ્ટ બહાર જેવો નહી આવે ,રગડો હંમેશા ગરમ સર્વ કરવો તો જ એ ટેસ્ટી લાગે

Watch This Recipe on Video