હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું જન્માષ્ટમી માટે સ્પેશિયલ પ્રસાદની રેસીપી “ માવા પાક લાડુ “ , આ લાડુ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો સાથે જ આમાં આપણે ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કર્યો છે તો હેલ્ધિ પણ ખુબજ છે તો ભગવાનના પ્રસાદ માટે આ રેસીપી જરૂર ટ્રાય કરજો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૮ – ૧૦ લાડુ
સામગ્રી :
૫૦ ગ્રામ કાજુ
૫૦ ગ્રામ બદામ
૫૦ ગ્રામ મગજતરીના બી
૫૦ ગ્રામ સુકુ ટોપરું
૫૦ ગ્રામ ચોખ્ખું ઘી
૩ ચમચી બાવળનો ગુંદર
૧૨૫ ગ્રામ ખાંડ
૭૦ મિલી પાણી
ઈલાઈચી જાયફળનો પાવડર
થોડા સમારેલા પીસ્તા
રીત :
1) સૌથી પહેલા બધી સામગ્રી માપ પ્રમાણે તૈયાર કરી લો જે સુકુ ટોપરું લીધું છે એને છીણીને છીણી લો

2) હવે એક કડાઈમાં પહેલા ટોપરાને કોરુ જ ૧ મિનીટ માટે શેકી લો,પછી એક થાળીમાં કાઢી લો

3) કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા ગુંદરને મીડીયમ ગેસ પર તળી લો , ગુંદર જેમ જેમ તળાશે એમ સરસ ફુલી જશે આ રીતે બધો ગુંદર તળી લો

4) હવે એજ ઘીમાં કાજુ અને બદામ ને લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો

5) મખાનાને પણ ઘીમાં સરસ ક્રિસ્પી શેકી લો શરૂઆતમાં એ પોચા હશે જેમ જેમ શેકેતા જશે એમ એ ક્રિસ્પી થઇ જશે

6) બાકી નું વધેલું ઘી એમાં ઉમેરી દો અને જે મગજતરીના બી છે એને સરસ શેકી લો

7) જે બધી વસ્તુ તળીને તૈયાર કરી છે એને ખાંડણી માં અધકચરું વાટી લો ગુંદર ના જો કોઈ ગાંગડા કડક લાગે તો એને કાઢી નાખવા

8) હવે ચાસણી બનાવવા માટે કડાઈમાં ખાંડ અને પાણી ગરમ થવા મુકો એમાં થી એક તારની ચાસણી બનાવવી

9) ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી દો અને બધા ડ્રાય ફ્રુટ એમાં ઉમેરી દો સાથે જ ઈલાઈચી અને જાયફળનો પાવડર પણ ઉમેરી દો

10) સરસ રીતે મિક્ષ કરો પછી ગેસ ચાલુ કરી આને ૧૦ – ૨૦ સેકન્ડ માટે શેકી લો

11) હવે આમાંથી મીડીયમ સાઈઝના લાડુ બનાવીને તૈયાર કરી લો પછી સમારેલા પીસ્તાથી કોટિંગ કરી લો (પીસ્તા આમાં નાખવા હોય તો પણ નાખી શકો)

12) આ ટેસ્ટી અને હેલ્ધિ પ્રસાદના લાડુ સર્વિંગ માટે તૈયાર છે તમે આને ડબ્બામાં ભરીને ૨૦ – ૨૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
