હવે ઘરે બનાવો કોફીબાર જેવી ટેસ્ટી અને યમ્મી કેપેચીનો |Cappuccino Recipe

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું કેપેચીનો કોફી આ કોફી જનરલી આપણે કોફીબારમાં પીતા હોઈએ છે પણ એના કરતા પણ સરસ ટેસ્ટી , યમ્મી અને ઓછા ભાવમાં કોફી આપણે ઘરે બનાવી શકીએ છે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારી નો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૫ મિનીટ

સર્વિંગ ૧ વ્યક્તિ

સામગ્રી :

કોફી મિશ્રણ બનાવવા માટે :

૧/૪ કપ ખાંડ

૧/૪ કપ કોફી પાવડર

૧ ચમચી મિલ્ક પાવડર

૧/૪ પાણી

કેપેચીનો બનાવવા માટે :

૩/૪ કપ ફુલ ફેટનું દૂધ

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં કોફી મિશ્રણ બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરો ,પછી એમાં પાણી નાખી ઇલેક્ટ્રિક બીટર ની મદદથી એને ૫ મિનીટ માટે વ્હીપ કરો.

2) ૫ મિનીટ પછી આ મિશ્રણ સરસ આવું ફ્લ્ફી થઇ જશે હવે એક વાસણમાં દુધ ગરમ કરવા મુકો, તમને જો થોડી મીઠી કોફી પસંદ હોય તો અત્યારે થોડી ખાંડ નાખી શકો.

3) હવે સર્વિંગ ગ્લાસમાં ૧ – ૨ ચમચી જેટલું કોફી મિશ્રણ લઇ લો એમાં ગરમ દુધ નાખી મિક્ષ કરો ફરી એને પર થોડું કોફી મિશ્રણ નાખો અને કોફી પાવડરથી ડેકોરેટ કરો.

4) હવે આ ટેસ્ટી અને યમ્મી કેપેચીનો કોફી સર્વિંગ માટે તૈયાર છે (જે બાકીનું કોફી મિશ્રણ વધે એને તમે ડબ્બામાં ભરીને ફ્રીજમાં ૩ – ૪ દિવસ રાખી શકો.)

Watch This Recipe on Video