હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જામફળ નું શરબત , જામફળ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને એમાંથી બનાવેલું શરબત ખૂબ ટેસ્ટી લાગતું હોય છે તો આજે આપણે લાલ જામફળ નું અને સફેદ જામફળ નું શરબત બનાવીશું તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 – 10 મિનિટ
બનાવવાનો સમય : 5 થી 10 મિનિટ
સર્વિંગ 4 ગ્લાસ
સામગ્રી :
2 મોટા લાલ જામફળ
2 મોટા સફેદ જામફળ
થોડો ચાટ મસાલો
થોડું મીઠું પાણી
બરફના ટુકડા
થોડી ખાંડ
રીત :
1) સૌથી પહેલા બંને જામફળને ધોઇને સમારી લેવા

2) હવે એને એક મિક્સર જારમાં લઈ તેમાં થોડી ખાંડ , મીઠું , ચાટ મસાલો ,પાણી અને બરફના ટુકડા નાખી ચર્ન કરી લો

3) હવે ગળણી ની મદદથી એને ગાળી લો જેથી જે બી હશે એ નીકળી જશે હવે એમાં જરૂર પ્રમાણે પાણી નાખીને મિક્સ કરી લો

4) આજ રીતે સફેદ જામફળનો શરબત બનાવીને તૈયાર કરવો

5) હવે આ લાલ અને સફેદ જામફળ માંથી બનાવેલું શરબત બનીને તૈયાર છે
