આજે આપણે જોઈશું ઘરે માર્કેટ જેવો સરસ મેંગો શ્રીખંડ કેવી રીતે બનાવવો ઘર નો બનાવેલો શ્રીખંડ ટેસ્ટ માં ખૂબ જ સરસ બને છે સાથે એમાં આપણે કોઈ આર્ટીફીસીયલ વસ્તુ કે પ્રીઝર્વેટીવ એડ નથી કરતા જે હેલ્થ માટે ખૂબ જ સારું છે અને આને આપણે બનાવીને ફ્રીજમાં ૪-૫ દિવસ સ્ટોર કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ
સામગ્રી :
દહીં નો મસ્કો (૧ લીટર દૂધ માંથી બનાવેલો )
૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
૧/૨ કપ કેરી નો પલ્પ
ઈલાઈચી પાવડર
બદામ
પીસ્તા
રીત :
1) સૌથી પહેલા દહીં જમાવીને એને એક કોટન ના કપડા માં બાંધીને ૪-૫ કલાક ફ્રિજ માં મૂકી રાખો જેથી દહીં નું પાણી પણ નીતરી જાય અને ફ્રિજ માં રાખવાથી દહીં વધારે ખાટુ પણ નહી થાય

2) એને એક મોટા વાસણ માં લઈ એમાં કેરી નો પલ્પ એડ કરો (કેરી ને પાણી નાખ્યા વગર મિક્ષર માં ક્રશ કરી લેવી )

3) ઘર માં જે ખાંડ વાપરીએ છીએ અને મિક્ષર માં દળી લો

4) થોડી થોડી ખાંડ એડ કરતા જઈ મિક્ષ કરતા જાવ

5) સરસ રીતે મિક્ષ થઈ જાય એટલે એને નાના વાસણ માં લઈ ફ્રિજ માં ખુલ્લો જ ૭-૮ કલાક માટે મૂકી દો જેથી એમાં જે પણ મોઈસ્ચર હશે એ નહી રહે

6) ૭-૮ કલાક પછી શ્રીખંડ આ રીતે સરસ થીક થઈ જશે

7) હવે એને સર્વિંગ બાઉલ માં લઈ એના પર ઈલાઈચી પાવડર અને સમારેલું બદામ -પીસ્તા એડ કરો

નોંધ :
દહીં નો મસ્કો વધારે ખાટો ના થઈ જાય એનું દયાન રાખવું નહી તો ખાંડ વધારે એડ કરવી પડશે મેં હાફૂસ કેરી લીધી છે તમારે કેસર કેરી લેવી હોય તો પણ લઈ શકો ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો ,મેં ઈલાઈચી પાવડર સર્વિંગ વખતે એડ કર્યો છે તમારે તમારે શ્રીખંડ બનાવતી વખતે એડ કરવો હોય તો પણ કરી શકો આટલા માપ થી ઘરે ૮૦૦ થી ૯૦૦ ગ્રામ શ્રીખંડ તૈયાર થાય છે