વજન ઉતારવું હોય તો આ ભાખરી બનાવી જરુરુ ટ્રાય કરો | Weight loss Oats Bhakhri | Oats Bhakhri

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઓટ્સ ભાખરી, આ ભાખરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને જો તમે વજન ઉતારવા માંગો છો તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારી નો સમય : 5 મિનીટ

બનાવવાનો સમય : 10 મિનીટ

સર્વિંગ : 2 ભાખરી

સામગ્રી :

2 ચમચી – દળેલા ઓટ્સ

2 ચમચી – ઘઉં નો લોટ

૧ ચમચી તેલ

મીઠું

પાણી

રીત :

1) સૌથી પહેલા જે ઈન્સ્ટન્ટ ઓટ્સ આવે છે એને મિક્ષરમાં લઇ દળી લો

2) હવે આ જે ઓટ્સ દળ્યા છે એમાંથી 2 ચમચી દળેલા ઓટ્સ લો અને તેની સાથે 2 ચમચી ઘઉંનો લોટ મિક્ષ કરો એમાં તેલ અને મીઠું નાખી મિક્ષ કરી લો

3) એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઇ પરોઠા જેવો લોટ બાંધી લો હવે આને ઢાંકીને 5 – 10 મિનીટ રહેવા દો.

4) 5 મિનીટ પછી લોટ થોડો કઠણ થઇ જશે હવે આને હાથથી સહેજ છુટ્ટો કરી લો પછી એના ઉપર થોડું થોડું પાણી છાંટી લોટ ને મસળીને સુંવાળો કરી લો

5) એમાંથી બે લુઆ બનાવી લો પછી એમાંથી ભાખરી વણી લો ભાખરી વધારે જાડી પણ નહિ અને પાતળી પણ નહિ એવી વણવાની છે

6) એને શેકવા માટે તવી ગરમ કરવા મુકો તવી ગરમ થાય એટલે વણેલો ભાગ નીચે જાય એમ ભાખરી નાખો એકબાજુ શેકાય એટલે ફેરવો અને પછી મીડીયમ ગેસ બીજી બાજુ શેકો પાછળ ની બાજુ પણ શેકાય એટલે કોટનના કપડા ની મદદથી દબાવતા જઇ શેકી લો

7) ભાખરી થોડી ઠંડી થાય એટલે એના ઉપર ઘી લગાવો હવે આ ભાખરીને શાક , દહીં , ગોળ અને તળેલા મરચા સાથે સર્વ કરો.  

Watch This Recipe on Video