હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું સમોસા અને કચોરી ની જોડે સર્વ થતી સ્પેશિયલ મીઠી ચટણી. જેવી આપને ફરસાણ વાળા ના ત્યાં મળે છે એવી જ છતની ઘરે બનાવવી ખુબ જ સરળ છે. સાથેજ આને બનાવીને ૨ મહિના સુધી ફ્રીઝર માં સ્ટોરે પણ કરી શકાય છે. તો ચાલો તેને કેવી રીતે બનાવવી તે હું તમને બતાવું.
બનાવવાનો સમય : ૨૦ – ૨૫ મિનીટ
સામગ્રી :
૧૦૦ ગ્રામ ખજુર
૧૦૦ ગ્રામ આંબલી
૧૫૦ ગ્રામ ગોળ
૧૦૦ ગ્રામ ખાંડ
૧ ચમચી લાલ મરચું
ચપટી ગરમ મસાલો
થોડો કાળા મરીનો પાવડર
ઓરેન્જ ફુડ કલર
૧ ચમચી તલ
૧ . ૫૦૦ મિલી પાણી
મીઠું
૨ – ૩ ચમચી કોર્ન ફ્લોર
રીત :
1) સૌથી પહેલા ખજુર , આંબલી અને ગોળ એક વાસણમાં લઇ એમાં પાણી ઉમેરી ૭ – ૮ કલાક માટે પલાડીને રાખો પછી એમાંથી બીયા કાઢી એને સાફ કરી લો હવે હેન્ડ બ્લેડરની મદદથી એને ક્રશ કરી લો.

2) એને કાણાવાળા વાટકાથી ગાળી લો

3) એક વાટકામાં કોર્ન ફ્લોર અને પાણી મિક્ષ કરો અને એની સરસ એક પાતળી સ્લરી બનાવી લો

4) જે ચટણીનું મિશ્રણ ગાળીને રાખ્યું છે એને એક કડાઈમાં લઇ ગરમ કરવા મુકો બધા મસાલા નાખો અને મિક્ષ કરી લો પછી એમાં કોર્ન ફ્લોરની સ્લરી નાખી હલાવો થોડા તલ અને ખાંડ પણ અત્યારે જ ઉમેરી દેવા અને થોડો કલર નાખી દઈશું

5) ચટણીમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરો અને ને મીડીયમ ગેસ પર ઉકળવા દો, આટલી ચટણીને લગભગ ૨૦ – ૨૫ મિનીટ ઉકાળવી.

6) હવે આ સમોસા કે કચોરી માટેની ચટણી સર્વિંગ માટે તૈયાર છે તમે જો આ ચટણી વધારે બનાવો તો એને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં ૨ મહિના સુધી સ્ટોર કરી શકો છો.
